રાજકોટના યાજ્ઞિક રોડ પર જિલ્લા પંચાયત ચોક નજીક એક કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટના બનતા જ ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર સૌપ્રથમ ફાયર સેફ્ટીની બોટલની મદદથી કારમાં લાગેલી આગને બુઝાવવા નો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
પરંતુ ઘરમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ફાયરબ્રિગેડની ટીમની મદદ લેવી પડી હતી. આ ઘટનામાં કાર સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ હતી.
મળતી માહિતી અનુસાર રાજકોટના યાજ્ઞિક રોડ પર જિલ્લા પંચાયત ચોક નજીક GJ 05 CP 9593 નંબરની સફેદ કલરની સેવરોલેટ ક્રુઝ કારમાં અચાનક આગ લાગી ઉઠી હતી. કારમાં આગ લાગતાં જ ડ્રાઈવર યોગ્ય સમયે કારમાંથી નીચે ઉતરી ગયો હતો.
રાજકોટના યાજ્ઞિક રોડ પર એક કારમાં અચાનક આગ લાગી ઉઠી, કારચાલક યોગ્ય સમયે કારમાંથી નીચે ઉતરી જતા ચમત્કારી બચાવ… pic.twitter.com/Hp9mzwkp4J
— GUJJU ROCKZ (@gujju_rockz) January 24, 2022
તેના કારણે કોઇ મોટી દુર્ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
અને કારમાં લાગેલી આગ પર ગણતરીની મીનીટોમાં જ કાબૂ મેળવી લીધો હતો. પ્રાથમિક તપાસ અનુસાર એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, કારમાં શોર્ટસર્કિટ થવાના કારણે અચાનક આગ લાગી ઉઠી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment