હાલમાં બનેલી ગંભીર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ અકસ્માતની ઘટનામાં એક ટ્રક ચાલક સ્કૂટી સવાર મહિલાને કચડીને ઘટના સ્થળેથી ફરાર થઈ જાય છે. આ ઘટનામાં મહિલાનું કરુણ મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, હરિયાણાના ફતેહાબાદની સરહદને અડીને આવેલા જખાલના મુનકમાં બની હતી. સોમવારના રોજ સાંજના સમયે એક ખાનગી શાળાની મહિલા શિક્ષિકા પોતાની સ્કુટી લઈને ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન એક ટ્રકે મહિલા શિક્ષિકાને કચડી નાખી હતી.
મળતી માહિતી અનુસાર બસ અને ટ્રક વચ્ચે ફસાઈ જતા આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ સ્કુટીમાં અચાનક આગ લાગી ગઈ હતી. ત્યાં ઉભેલા લોકોએ આગ બુજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા. મળતી માહિતી અનુસાર સંદીપકુમાર નામના વ્યક્તિની પત્ની બબીના સરકારી શાળામાં કામ કરતી હતી.
આ ઉપરાંત તે હમીરગઢની એક ખાનગી શાળામાં પણ શિક્ષિકા તરીકે કામ કરતી હતી. મળતી માહિતી અનુસાર શાળાએથી છુટ્યા બાદ તે પોતાની સ્કુટી લઈને ઘરે જઈ રહી હતી. આ દરમિયાન બબીતા ને પાછળથી એક ટ્રક ચાલકે કચડી નાખી હતી. આ ઘટનામાં ટ્રક બબીના ઉપરથી પસાર થઈ ગયો હતો.
તેથી તેનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ સ્કુટીમાં આગ લાગી ઉઠી હતી. ઘટના બન્યા બાદ આજુબાજુના લોકોએ આગ બુજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે લોકો નિષ્ફળ રહ્યા હતા. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બન્યા બાદ બબીનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.
શાળાએથી પરત ફરતી વખતે સ્કુટી સવાર મહિલા શિક્ષિકાને એક ટ્રકે કચડી નાખી, શિક્ષિકાનું દર્દનાક મૃત્યુ – જુઓ અકસ્માતના CCTV ફૂટેજ pic.twitter.com/qqTrz0qxmx
— GUJJU ROCKZ (@gujju_rockz) July 12, 2022
બબીનાના મૃત્યુના કારણે ચાર વર્ષના દીકરાએ માતાની છત્રછાયા ગુમાવી છે. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment