કડી તાલુકાના મેડા આદરજ ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકાએ મંગળવારે ઘેનની ગોળીઓ પીને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર કડી તાલુકાના ચંદનપુરા ગામની યુવતી મેડા આદરજ પ્રાથમિક શાળામાં 2011 થી શિક્ષિકા તરીકે નોકરી કરે છે.
ત્યારે તેઓએ ગઈકાલે ચાર પેજનું સુસાઇડ નોટ લખીને ઘેનની ગોળીઓ ખાઇને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેમને અમદાવાદની સતાધાર ચોકડી સ્થિત ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી શિક્ષિકાએ પોતાનું જીવન ટૂંકું કરતા પહેલા પોતાના ભાઇને ફોન કરીને જણાવ્યું હતું કે, હું એટલી કંટાળી છું કે હું પોતાનું જીવન ટૂંકાવી લઉં છું. કડી તાલુકામાં મારું નામ ખરાબ કરી નાખ્યું છે. હું 22 દિવસથી ખાતી નથી. મને ઊંઘ નથી આવતી. મને હેરાન કરી મૂકી છે.
ભાઈ તમે જાણતા નથી, મારી સાથે શું થઈ રહ્યું છે. મારા છોકરાને તમે સાચવજો, હું નહીં રહેવાની. પુષ્પા મને હેરાન કરે છે. આ ઉપરાંત લખ્યું હતું કે કડી તાલુકામાં કેટલી મહેનતથી કામ કરીને મેં મારું નામ બનાવ્યું હતું ભાઈ. પરંતુ અત્યારે મારે મેડા આદરજમાં હું પગ નહીં મૂકી શકતી નથી.
પુષ્પાબેન અને પેલો જિલ્લાપ્રમુખ અશ્વિન પટેલ કે શું કામ આની હેલ્પ કરો છો? અમારો પ્રાથમિક જિલ્લા શિક્ષક સંઘનો માણસ છે અશ્વિન પટેલ. તેને પ્રમુખ એટલે બનાવ્યો કે અમારી મદદે આવીને ઊભો રહે, પણ સાલાએ નેગેટિવ ભૂમિકા ભજવી અશ્વિન પટેલે. પટેલનો દીકરો છે તો એટલી બુદ્ધિ ન પહોંચી કે પટેલની દીકરીને હેરાન કરી રહ્યો છે.
તેણે અને પુષ્પાએ મને અતિશય ટોર્ચર કરી છે. મારી રજાઓ વિશે પૂછ પૂછ કરે આ રજામાં ક્યાં ગઈ હતી? કોની જોડે ગઈ હતી. શિક્ષિકાએ ચાર પેજ ની સુસાઇડ નોટ લખી ને ઘેનની ગોળીઓ ખાઈને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.
મળતી માહિતી અનુસાર શિક્ષિકાની હાલમાં અમદાવાદની સતાધાર ચોકડી સ્થિત ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર શિક્ષિકા અમદાવાદના ઘાટલોડીયમાં રહે છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે સુસાઇડ નોટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment