સુરત શહેરમાં બનેલી વધુ એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. સુરતમાં એક મહિલા શિક્ષિકાએ સુસાઇડ કરી લીધું છે. મહિલા શિક્ષિકાએ ઘરે એકલતાનો લાભ લઈને ઝેરી દવા પીને પોતાનું જીવનનું ટૂંકાવી લીધું હતું. શિક્ષિકા સુસાઇડ કરતા પહેલા એક સુસાઇડ નોટ પણ લખી હતી.
જેમાં તેને બીમારીના કારણે આ પગલું ભરે છે તેવું જણાવ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો નાનપુરા વિસ્તારમાં ડૉ.હેમલતાબેન રાણા પોતાના પરિવાર સાથે રહે છે. ઘણા વર્ષોથી તેઓ જીવન ભારતી પ્રવૃત્તિ વિદ્યાલયમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા.
તેમની એક દીકરી ડોક્ટર છે અને દીકરો અભ્યાસ કરે છે. જાણવા મળી રહ્યું છે કે હેમલત્તાબેન છેલ્લા 15 વર્ષથી મગજની બીમારીથી પીડિત હતા. આ ઘટનાને લઈને હેમલત્તાબેનના પતિ ચંદ્રકાંત ભાઈએ જણાવ્યું કે, હેમલત્તા છેલ્લા 15 વર્ષથી મગજની બીમારી ટ્રાયઝોનીલ ન્યુરોશિયા હતી.
આ બીમારી થી છુટકારો મેળવવા માટે 4 જેટલા ઓપરેશન પણ કરાવ્યા હતા. છેલ્લા 15-30 દિવસથી હેમલતાને સતત દુખાવો રહેતો હતો અને તે ખૂબ જ દુઃખી રહેતી હતી. મળતી માહિતી અનુસાર ઘટનાના દિવસે હેમલત્તાબેનના પતિ ફૂડ લેવા માટે ગયા હતા. દસ મિનિટ પછી તેઓ પરત આવ્યા ત્યારે હેમલત્તા બેને ઝેરી દવા પી લીધી હતી.
પછી તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં સુધીમાં તો તેમનું મોત થઈ ગયું હતું. હેમલતાબેન ના મોતના કારણે બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુસાઇડ જેવું પગલું ભરતા પહેલા હેમલત્તાબેને એક સુસાઇડ નોટ પણ લખી હતી.
જેમાં તેમને લખ્યું હતું કે, મને ટ્રાયઝોનીલ ન્યુરોશિયા પ્રોબ્લેમ લગભગ 15 વર્ષથી સતાવી રહ્યો છે. ઘણા ઓપરેશનો, ઘણી દવા કરી પરંતુ કાંઈ ફરક પડતો નથી. અત્યારે નસના દબાણથી તીવ્રતા આટલી બધી વધી ગઈ છે કે, જીવન જીવવું દુષ્કર લાગી રહ્યું છે. તેથી હું મોતને વહાલું કરું છું. જેના માટે મારા કુટુંબના કોઈપણ સભ્યો જવાબદાર નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment