હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક પિતાએ પોતાની લાડલી દીકરી સાથે કંઈક એવું કર્યું કે સાંભળીને તમારા પણ રુવાડા ઊભા થઈ જશે. આ ઘટનામાં એક પિતાએ પોતાની 16 વર્ષની દીકરીનો જીવ લઈ લીધો છે. દીકરીનો જીવ લેવાનું કારણ જાણીને તમે પણ ચોકી ઉઠશો. મળતી માહિતી અનુસાર પિતાએ પોતાની દીકરીનો જીવ લઈને પોતાના ભાઈને ઘરે બોલાવ્યો હતો.
ત્યારબાદ દીકરીના મૃતદેહને એક કોથળામાં પેક કરી દીધું હતું અને કોથળો લઈને બહાર નીકળી ગયા હતા. ત્યાર પછી ઘરથી 5 કિલોમીટર દૂર દીકરીના મૃતદેહને એક નદીમાં ફેંકી દીધું હતું. આ ઘટના દસ દિવસ જુની એટલે કે 23 ફેબ્રુઆરીના રોજ બની હતી. ત્યારબાદ અજાણ્યા યુવકે આ ઘટનાને લઈને પોલીસને ફોન કરીને જાણ કરી હતી.
જાણ થયા બાદ પોલીસ દીકરીના ઘરે પહોંચી ગઈ હતી. ત્યાંથી દીકરીના પિતાને ઉપાડીને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને ત્યાં તેમની કડક પુછપરછ કરી હતી. આ દરમિયાન દીકરીના પિતાએ પોતાનો ગુનો કબુલ કર્યો હતો. આરોપી પિતાએ જણાવ્યું કે તેને દીકરીને ફોન પર કોઈ છોકરા સાથે વાત કરતા જોઈ હતી.
ત્યાર પછી ગુસ્સો આવ્યો અને તેને પોતાની દીકરીની ધુલાઈ કરી હતી. આ દરમિયાન દીકરીનો જીવ ચાલ્યો ગયો હતો. ત્યારબાદ દીકરીના મૃતદેહને નદીમાં નાખી દીધું હતું. પિતાની કબુલાત કર્યા બાદ ગુરૂવારના રોજ દીકરીના મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. આ ગુનાહિત પ્રવૃત્તિમાં દીકરીના કાકાએ પણ સાથ આપ્યો હતો.
મૃત્યુ પામેલી દીકરીનું નામ જીયા હતું અને તેની ઉંમર માત્ર 16 વર્ષની હતી. મળતી માહિતી અનુસાર 23 ફેબ્રુઆરીના રોજ રાત્રિના સમયે આરોપી નશાની હાલતમાં હતો. આ દરમિયાન તેને પોતાની મોટી દીકરીને ધાબા ઉપર કોઈ છોકરા સાથે ફોન પર વાત કરતા જોઈ હતી. ત્યારબાદ તેને પોતાની દીકરી ઉપર ખૂબ જ ગુસ્સો આવી ગયો અને તેને પોતાની દીકરીનો જીવ લઈ લીધો હતો.
પોતાની દીકરીનો જીવ લીધા બાદ તેને કાંઈ સમજાયું નહિ એટલે તેને પડોશમાં રહેતા પોતાના ભાઈ મોહિતને ફોન કરીને ઘરે બોલાવ્યો હતો. ત્યારબાદ બંને દીકરીના મૃતદેહને કોથળામાં નાખી દીધું હતું અને રાત્રિના સમયે ઘરથી પાંચ કિલોમીટર દૂર આવેલી એક નદીમાં દીકરીનું મૃતદેહ ફેંકી દીધું હતું.
દીકરીનો જીવ લીધા બાદ ઘરે કોઈ પણ પ્રકારનું હલનચલન થયું ન હતું. ઘટનાના બે દિવસ બાદ એટલે કે 25 ફેબ્રુઆરીના રોજ એક અજાણ્યા વ્યક્તિએ પોલીસને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં અજાણ્યા વ્યક્તિ યુવતીના ગુમ થવાની વાત પોલીસને કરી હતી. પ્રથમ વખત તો આ મામલો સ્થાનિક પોલીસ સુધી પહોંચ્યો હતો. પોલીસ જ્યારે આરોપીના ઘરે પહોંચી ત્યારે આરોપીએ જણાવ્યું કે દીકરી કાંઈક ભાગી ગયું છે.
ત્યારબાદ પોલીસને દીકરીના પિતા ઉપર શંકા ગઈ હતી. ત્યારે એક માર્ચના રોજ પોલીસને ફરી વખત અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને કહ્યું હતું કે દીકરીનો જીવ લેવામાં આવ્યો છે. એટલે પોલીસ ફરીથી આરોપીના ઘરે પહોંચી હતી અને આ વખતે દીકરીના પિતાને ઉપાડીને પોતાની સાથે પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. ત્યારે આરોપીએ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment