અમદાવાદમાં રોડ ક્રોસ કરી રહેલા યુવકને કાર ચાલકે ઉલાળ્યો, યુવકનું તડપી તડપીને મોત… જુઓ રુવાડા ઉભા કરી દેતા CCTV ફૂટેજ…

Published on: 4:22 pm, Fri, 3 March 23

અમદાવાદમાં બનેલી વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી રહી છે. આ ઘટના અમદાવાદ શહેરના નરોડા પાટિયા પાસે બની હતી. અહીં રોડ ક્રોસ કરી રહેલા એક યુવકને કાર ચાલકે જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેનું કરુણ મોત થયું હતું. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. રુવાડા ઉભા કરી દેનારા સીસીટીવી ફૂટેજ જોઈને ભલભલા લોકો ચોકી ઉઠ્યા છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, રોડ ક્રોસ કરી રહેલા યુવકને i20 કારે જોરદાર ટક્કર લગાવી હતી. યુવકને ટક્કર લગાવ્યા બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કારખાલકની શોધખોળ શરૂ કરી દીધી છે. ઘટનાના તમે જોઈ શકો છો કે એક યુવક રોડ ક્રોસ કરીને રોડની વચ્ચે આવેલા ડિવાઇડર ઉપર ચડે છે. આ દરમિયાન ત્યાંથી પસાર થતી કાર્ય તેને જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે યુવક હવામાં ફંગોળાઈને રોડ ઉપર પડ્યો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલો યુવક બાપુનગરનો રહેવાસી હતો.

મૃત્યુ પામેલા યુવકનું નામ રવિ હતું. રવિ દોડીને રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો આ દરમિયાન તેની સાથે આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી. ટક્કર એટલી જોરદાર હતી કે રવિનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મિત્રો તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેરમાં 24 કલાકમાં બે હીટ એન્ડ રનની ઘટનાઓ બની ગઈ છે.

આ પહેલા ગુરૂવારના રોજ હોસ્પિટલ પાસે ઝડપે જતી bmw કારે એક પતિ પત્નીને જોરદાર લગાવી હતી. આ અકસ્માતની ઘટનામાં બંને પતિ પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી અનુસાર ઘટના સ્થળેથી થોડીક દૂર bmw કાર ચાલક ત્યાં કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. કારની અંદરથી દારૂની બોટલ મળી આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અમદાવાદમાં રોડ ક્રોસ કરી રહેલા યુવકને કાર ચાલકે ઉલાળ્યો, યુવકનું તડપી તડપીને મોત… જુઓ રુવાડા ઉભા કરી દેતા CCTV ફૂટેજ…"

Leave a comment

Your email address will not be published.


*