હાલમાં રુદ્રપુર થી બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ પોતાના ત્રણ વર્ષના બાળકનો જીવ લઈ લીધો છે. મળતી માહિતી અનુસાર બાળકની હીમોફીલિયાથી નામની બીમારી હતી. આ બીમારીના સારવાર માટે ખૂબ જ ખર્ચો થતો હતો. તેના કારણે બાળકના પિતા દેવામાં ડૂબી ગયા હતા.
બાળકનું મૃત્યુ થતાં જ પરિવારના સભ્યો નહીં પરંતુ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. મળતી માહિતી અનુસાર પિતાએ પુત્રના ગુમ થવાની ખોટી કહાની બનાવી નાખી હતી. મળતી માહિતી અનુસાર પોલીસને ઢાંકણીયા ગામમાં એક નાળા નજીક બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર મંગળવારના રોજ સાંજે મોહમ્મદ તારીકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, મારો ત્રણ વર્ષનો બાળક સવારે 11 વાગે ઘરની બહાર રમતી વખતે ગુમ થઈ ગયો છે.
પોલીસે ફરિયાદ નોંધીને બાળકની શોધખોળ શરૂ કરી હતી. આટલું જ નહીં પરંતુ બાળકની શોધખોળ માં 30 જેટલા સીસીટીવી કેમેરા પણ ચેક કરવામાં આવ્યા હતા. એક સીસીટીવી ફુટેજમાં બાળકને બાઈક પર બેસાડીને પુલ તરફ લઈ જતા નજરે ચડયા હતા.
ત્યારબાદ પોલીસે આ સમગ્ર ઘટનાને લઇને બાળકના પિતાની કડક પૂછપરછ કરી હતી અને પૂછપરછમાં પિતા સત્ય બોલી ગયા હતા. મળતી માહિતી અનુસાર બાળકના પિતાએ જણાવ્યું કે તેને બેંકમાંથી લોન લઈને ટ્રક ખરીદ્યો હતો.
જેમાંથી તે પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આ ઉપરાંત તેણે જણાવ્યું કે જ્યારે મારો બાળક જન્મ્યો ત્યારે તેને હિમોફીલીયાની બીમારી હતી. બાળકની સારવાર માં ઘણો ખર્ચો થતો હતો. બાળકના પિતા પહેલેથી જ દેવામાં ડૂબેલા હતા.
સારવારના ખર્ચને, લોનના હપ્તા ન ચૂકવવા અને રખના ધંધામાં થયેલા નુકસાનના કારણે બાળકના પિતા તળાવ માં આવી ગયા હતા. તેથી તેણે ત્રણ વર્ષના બાળકનું ગળું દબાવીને તેનો જીવ લઇ લીધો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment