લગ્નમાં જઈ રહેલા વડોદરાના પરિવારને રસ્તામાં નડ્યો અકસ્માત – 10 મહિનાના માસૂમ બાળકનું મૃત્યુ, 6 લોકો ઈજાગ્રસ્ત…

Published on: 11:37 am, Fri, 18 February 22

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ગામ પાસે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક 10 મહિનાના બાળકનું કરૂણ મૃત્યુ થયું છે. જ્યારે એક જ પરિવારના 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે તેમાં 3ની હાલત ખુબ જ ગંભીર છે.

મળતી માહિતી અનુસાર બાળકનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું. આ કારણોસર પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના ફતેપુરા ભાંડવાડામાં રહેતો પરિવાર ગઈ કાલે સવારે રિક્ષામાં બેસીને બોડેલી ખાતે લગ્ન પ્રસંગમાં જઇ રહ્યો હતો.

આ દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના મંગલભારતી ગામ પાસે પરિવારને અકસ્માત નડયો હતો. મળતી માહિતી અનુસાર અહીં એક ટેન્કર રીક્ષા અને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં દસ મહિનાના માસૂમ બાળકનું મૃત્યુ થયું હતું.

અકસ્માત બન્યા બાદ ટેન્કરચાલક ઘટનાસ્થળે જ ટેન્કર મૂકીને ત્યાંથી ભાગી ગયો હતો. ઘટનાની જાણ થતા આસપાસના લોકો અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ઉપરાંત પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

મૃત્યુ પામેલા બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું. અકસ્માતના પગલે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.  મૃત્યુ પામેલા માસૂમ બાળકનું નામ અબ્દુલ અહદ હતું.

મળતી માહિતી અનુસાર અકસ્માતનો ભોગ બનેલો પરિવાર વડોદરાનો રહેવાસી હતો. બાળકનું મૃત્યુ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. પોલીસે સમગ્ર ઘટનાને લઈને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "લગ્નમાં જઈ રહેલા વડોદરાના પરિવારને રસ્તામાં નડ્યો અકસ્માત – 10 મહિનાના માસૂમ બાળકનું મૃત્યુ, 6 લોકો ઈજાગ્રસ્ત…"

Leave a comment

Your email address will not be published.


*