આજકાલ સોશિયલ મીડિયા પર હાર્ટ એટેકની ઘટનાઓ ના વિડીયો ખૂબ જ સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો અમરનાથ યાત્રામાં હાર્ટ એટેક થી મૃત્યુ પામેલા વડોદરા ના યુવાન ગણેશ કદમના મૃતદેહને શ્રીનગર થી કાર્ગો મારફત અમદાવાદ લાવવામાં આવ્યો હતો. જ્યાંથી એમ્બ્યુલન્સમાં મૃતદેહને વડોદરા લાવવામાં આવ્યો હતો, યુવાનનું મૃતદેહ ઘરે પહોંચતા જ પરિવારજનો એ આક્રંદ કર્યું હતું. ઘરે વિધિ પૂર્ણ કર્યા બાદ અંતિમયાત્રા કાઢીને ખાસવાડી સમશાન ખાતે યુવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
વડોદરાના ફતેપુરા સ્થિત પીતાંબર ફળિયામાં જ્યારે યુવાનનું મૃતદેહ લાવવામાં આવ્યો ત્યારે મોટી સંખ્યામાં સ્થાનિકો પહોંચ્યા હતા. ફળિયામાં જુવાન જોધ યુવાનનું મોત થતા દરેક લોકોની આંખમાં આંસુ હતા. મૃતક ગણેશ કદમનો મૃતદેહ ઘરે આવતા જ પત્નીના હૈયાફાટ રૂદન સાથે આખો કદમ પરિવાર શોક મગ્ન બની ગયો હતો.
વિગતવાર જાણીએ તો વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલા પીતાંબર પોળમાં રહેતો 32 વર્ષીય યુવાન ગણેશ કદમ અમરનાથ યાત્રા એ ગયો હતો. અમરનાથ પહોંચીને દર્શન કરે એ પહેલા જ તેનું પહેલગામ હોસ્પિટલમાં ત્રણ હાર્ટ એટેક આવતા મોત થયું છે. જેને પગલે પરિવારમાં શોખનું મોજુ ફરી વળ્યું છે, પીતાંબર પોળમાં રહેતા અને એલ્યુમિનિયમ સેક્શનનું કામ કરતા અને ગૌરક્ષા સમિતિના કાર્યકર ગણેશ કદમ પોતાના મિત્રો સાથે અમરનાથ યાત્રાએ ગયા હતા.
જ્યાં તેમને પહેલગામમાં અચાનક ઉલટીઓ શરૂ થઈ ગઈ હતી અને સ્થાનિક દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને બે હાર્ટ એટેક આવ્યા હતા અને ત્રીજો એટેક આવતા તેમનું મોત થયું હતું. આજે સવારે 10:00 વાગ્યે પોસ્ટમોર્ટમ થયા બાદ તેમના મૃતદેહને શ્રીનગર થી વિમાન માર્ગે અમદાવાદ અને ત્યાંથી વડોદરા ખાતે લાવવામાં આવશે. અમરનાથની યાત્રામાં મૃત પામેલા 32 વર્ષ યુવાનને પરિવારમાં ટ્વિન્સ પુત્ર અને પુત્રી છે, બંને પહેલા ધોરણમાં અભ્યાસ કરે છે.
મા શિવાની રંગ અમરનાથ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ મિલિંદ વૈધે જણાવ્યું હતું કે વડોદરાના ફતેપુરા વિસ્તારના પીતાંબર ફળિયામાં રહેતા ગણેશ કદમ જમ્મુ ખાતે ભંડારમાં પણ આવ્યા હતા. ત્યાંથી પહેલ ગામમાં રોકાયા હતા, જ્યાં તેમની અચાનક તબિયત લથડી હતી. જેથી તેમને સારવાર માટે પહેલગામની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું દુઃખદ અવસાન થયું હતું, તેમનું હૃદય અચાનક જ આઘાત સાથે બંધ થતા તેમને હાર્ટ એટેક આવ્યો હતો.
આજે તેમનો મૃતદેહ કાર્ગો મારફતે અમદાવાદ અને ત્યાંથી વડોદરા લાવવામાં આવ્યા હતા. આ પહેલા અમરનાથમાં વરસાદ અને બરફના વિઘ્ન વચ્ચે ઓક્સિજન લેવલ ઘટી ગયા બાદ ઘોડા પરથી પડી જતા વડોદરા ના વેમારી વિસ્તારમાં રહેતા 58 વર્ષીય રાજેન્દ્ર ભાટીયા નું મૃત્યુ થયું હતું. તેમના મૃતદેહને પણ કાર્ગો પ્લેનમાં શ્રીનગર થી વાયા મુંબઈથી અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. રાજેન્દ્રભાઈ ની અંતિમયાત્રામાં સ્વયંભૂ આખું ગામ જોડાયું હતું, અકાળે અવસાન થતા આખું ગામ શોખ મગ્ન બની ગયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment