રાજકોટ શહેરમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીં ક્રિકેટ મેચ રમતી વખતે આઉટ થયા બાદ એક યુવકનું અચાનક જ મૃત્યુ થઈ ગયું હતું. આ ઘટના બનતા જ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, રેસકોર્સ મેદાનમાં ટેનિસ બોલથી ક્રિકેટ મેચમાં બેટિંગ દરમિયાન બે બાળકોના પિતાને બોલ વાગ્યો હતો.
ત્યારબાદ તેમને શ્વાસ ચડ્યો હતો એટલે તેમને રનર પણ રાખ્યો હતો. બોલ વાગ્યા બાદ તેમને 22 રન બનાવ્યા હતા અને પછી તેઓ આઉટ થઈ ગયા હતા. ત્યારબાદ તેઓ પોતાની કારમાં બેસીને મેચ જોતા હતા. આ દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ રવિ વેગડા હતું. રવિ પોતાના પરિવાર સાથે ગાંધીગ્રામ વિસ્તારના ભારતીનગરમાં રહેતો હતો. રવિવારના રોજ સવારે રવિ પોતાના મિત્રો સાથે રેસકોર્સ મેદાનમાં ક્રિકેટ રમવા માટે ગયો હતો. આ દરમિયાન તેઓએ ત્યાં સ્થાનિક ટીમ સાથે ટેનિસ બોલમાં ક્રિકેટ મેચ રખાવી હતી.
જ્યારે રવિની બેટિંગ આવે ત્યારે તેને જોરદાર રીતે ટેનિસ બોલ વાગી ગયો હતો. ટેનિસ બોલ વાગ્યા બાદ તેમને અચાનક જ શ્વાસ ચડવા લાગ્યો હતો. એટલા માટે તેઓએ પોતાનો એક રનર પણ રાખ્યો હતો. બેટિંગ કરતી વખતે તેઓ 22 રમે આઉટ થઈ ગયા હતા. આઉટ થયા બાદ તેઓ પોતાની ટીમના અન્ય સભ્યો સાથે બેઠા હતા.
પરંતુ અચાનક જ તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. એટલે બાજુમાં પાર્ક કરેલ પોતાની કારમાં જઈને તેઓ બેસી ગયા હતા. કારમાં બેસીને ક્રિકેટ મેચ જોતી વખતે અચાનક જ તેઓ કારમાંથી નીચે જમીન પર ઢળી પડ્યા હતા. આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર તેમના મિત્રોએ મેચ અટકાવી દીધી હતી અને રવિભાઈ પાસે દોડી ગયા હતા.
પછી તેમને સારવાર માટે તાત્કાલિક કારમાં હોસ્પિટલમાં લઈ ગયા હતા. તેમને ત્યાં સારવાર મળે તે પહેલા ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. રવિભાઈના મૃત્યુના સમાચાર મળતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પોલીસના સૂત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે કે રવિભાઈ મોબાઇલના કવરનો વેપાર કરતાં હતા. રવિભાઈ ના મૃત્યુના કારણે બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment