ગુજરાત સહિત સમગ્ર દેશમાં જીવન ટૂંકાવવાની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જાય છે. ત્યારે ભોપાલમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટનામાં હાર્ડવેરના એક વેપારીએ પોતાની પત્ની સાથે જંતુનાશક દવા ખાયને જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટનામાં વેપારી અને તેની પત્નીનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. ઘટનાની જાણ થયા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી આવી નથી તેથી મૃત્યુનું સાચુ કારણ જાણી શકાયું નથી. સમગ્ર ઘટનાને લઇને મૃતકના પરિવારજનોનું કહેવું છે કે, કોરોના કાળ દરમિયાન ધંધામાં થયેલા નુકસાનના કારણે પતિ પત્ની ભારે તણાવમાં આવી ગયા હશે. તેથી બંનેએ આ પગલું ભરી લીધું હશે. મળતી માહિતી અનુસાર પોલીસને ઘટનાસ્થળેથી જંતુનાશક દવાનું પેકેટ પણ મળ્યું છે.
આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા વેપારીની સાત વર્ષની દીકરીએ જણાવ્યું કે, પપ્પા બે પેકેટ લઈને ઘરે આવ્યા. ત્યારબાદ માતાએ પેકેટની અંદરની વસ્તુ ખાધી. ત્યારબાદ પેકેટની અંદરની વસ્તુ મેં ખાધી અને ત્યારબાદ મારા નાના ભાઈ ખાલી ત્યારે તેને ઊલટી થઈ હતી. છેલ્લે મારા પપ્પાએ ઠંડા પાણીમાં પેકેટની અંદરની વસ્તુ મિક્સ કરીને પીધી હતી.
ત્યારબાદ થોડીકવાર પછી મારા મમ્મી અને પપ્પાની તબિયત બગડી ગઈ હતી. તેથી મેં આજુબાજુના લોકોને બોલાવ્યા હતા. ત્યારબાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા તો બંનેનું કરૂણ મૃત્યુ થયું હતું. આ ઘટનામાં ભોપાલના નિશાતપૂરા વિસ્તારમાં હાર્ડવેરની દુકાન ચલાવતા અને ખજુરીના મુગલીયા છાપામાં રહેતા 31 વર્ષીય હેમત પાટીદાર અને તેમની 28 વર્ષીય પત્ની બબીતાનો કરુણ મૃત્યુ નીપજયું હતું.
હેમત ભાઈ અને બબીતા બહેનનું મૃત્યુ થતાં 7 વર્ષીય દીકરી રાબિયા અને 2 વર્ષથી દીકરો બબલુ માતા-પિતા વગરના થઈ ગયા છે. મળતી માહિતી અનુસાર આ ઘટના શનિવારના રોજ રાત્રે બની હતી. રાત્રે 11 વાગ્યાની આસપાસ હેમંતભાઈ અને તેમની પત્ની બબીતાએ જંતુનાશક દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટના બની ત્યારે તેમના બંને બાળકો ઘરે હાજર હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર હેમંત અને બબીતાના લગ્ન 2013માં થયા હતા. મળતી માહિતી અનુસાર પોલીસને ઘટનાસ્થળેથી કોઈપણ પ્રકારની સુસાઇડ નોટ મળી નથી.
તેથી હેમત ભાઈની સાત વર્ષની દીકરીની જુબાની લઈને સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને ઘટનાસ્થળેથી જંતુનાશક દવાના બે પેકેટ મળી આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઇને મૃતકોના પરિવારજનોનું કહેવું છે કે કોરોનામાં ધંધો પડી ભાંગતા પતિ-પત્ની આર્થિક રીતે તણાવમાં આવી ગયા હતા. તણાવમાં આવીને બંનેએ આ પગલું ભર્યું હશે તેવું પરિવારજનોનું કહેવું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment