સુરતમાં એક પિતાએ જ પોતાની દીકરી અને જમાઈનું ઘર સળગાવી દીધું, આવું કરવા પાછળનું કારણ જાણીને બાટલો ફાટી જશે… જાણો સમગ્ર ઘટના…

Fire incident in Surat: સોશિયલ મીડિયા પર આજકાલ એવી ઘટનાઓના કિસ્સા સામે આવી રહ્યા છે જે જોઈને કે સાંભળીને આપણે ચોકી જઈએ છીએ. હાલમાં સુરતમાં(Fire incident in Surat) દેરતલાડવા ગામમાં(Deratladwa village) રહેતા યુવાન પાસે 45 લાખની માંગણી કરી છૂટાછેડા આપવા તૈયાર થયેલા સસરાએ બીજા જ દિવસે 50 લાખ અને ફ્લેટની માંગણી કરી હતી. તેમજ જમાઈના ઘરને આગ ચાપતા ડીંડોલી પોલીસે(Dindoli Police) તેમને સ્થળ પરથી પકડી લીધા હતા. પોલીસે યુવાનની ફરિયાદના આધારે પત્ની, સસરા અને સાસુ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે, ઉલ્લેખનીય છે કે પતિને પ્રેમ લગ્ન બાદ પત્ની આપઘાત કરી ફસાવી દેવાની ધમકી પણ આપતી હતી.

પ્રેમ લગ્ન કરી યુવક પછતાયો હોય એવી ચર્ચા લોકોમાં ઉઠી છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ મૂળ ભાવનગરના મહુવાના બાંભણિયા ગામનો વતની અને સુરતમાં માતા-પિતા અને ભાઈ ભાભી સાથે દેલાડવા ગામ, દીપ દર્શન સ્કૂલની પાછળ વૃંદાવન રેસીડેન્સીમાં રહેતા 30 વર્ષીય ગુણવંત ઉર્ફે ગણપત મગનભાઈ લાડુમોર કપીશ ક્રિયેશન ના નામે બિલ્ડીંગ બ્યુટીફિકેશનનું કામ કરે છે. ચાર વર્ષ અગાઉ તેઓ સોશિયલ મીડિયા મારફતે તેમના સમાજની નિધિ રમેશભાઈ છોટાળા ના સંપર્કમાં આવ્યો હતો. બંને વચ્ચે મિત્રતા બાદ પ્રેમ થતા તેમને 19 મે 2021 ના રોજ વડીલોની મંજૂરીથી લગ્ન કર્યા હતા.

જોકે થોડા સમય સારી રીતે રહ્યા બાદ નિધિએ પરિવારજનો સાથે ઝઘડો કરીને ગેરવર્તન કરવાનું ચાલુ કર્યું હતું. નિધિ સુસાઇડ કરી પરિવારને ફસાવી દેવાની ધમકી આપતી હતી, ગત દિવાળીના સમયે તે રેલવે ફાટક તરફ સુસાઇડ કરવા નીકળતા પોલીસે તેને અટકાવી ગુણવંતને જાણ કરી હતી. ગુણવંતે તેના સાસુ સસરા ને જાણ કરતાં તેઓ તેને થોડા દિવસ પોતાના ઘરે લઈ ગયા હતા. ત્યારબાદ પરત ફરેલી નિધિએ ફરી ધમકી આપી છૂટાછેડા લઈ યુકે જવું છે કહી ખર્ચ માંગતા ગુણવતે તેને યુ.કે. જવાનો ખર્ચ રૂપિયા 30 લાખ આપવા પણ તૈયાર થયો હતો.

નિધિએ 50 લાખની માંગણી કરી હતી, આ મામલે નિધિ ના માતા પિતાએ ગુણવંત ના ઘરે આવી ગાળા ગાળી કરી અને આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસ સ્ટેશનમાં નીધીને છૂટાછેડા આપવા સંબંધ થયેલા ગુણવંતે 45 લાખ આપવા કહેતા તમામ તૈયાર થયા હતા. બીજા દિવસે સસરા રમેશભાઈ ગુણવંતને ફોન કરીને છૂટાછેડા માટે 50 લાખ અને વેસુમાં બે બીએચકે ફ્લેટની માંગણી કરતા તેમણે ના પાડી હતી.

બે વર્ષ પહેલાં યુવકે નિધિ સાથે પ્રેમલગ્ન કર્યા હતા.

સસરા એ ધમકી આપી હતી કે તમે તમારા પરિવારને બચાવી શકો તો બચાવી લો, હું આવું છું. ગુણવંત ઘરે ગયો હતો અને પરિવારને ભાઈને હોસ્પિટલ લઈ પહોંચ્યો ત્યારે જાણ થઈ હતી કે તેના સસરાએ તેના ઘરને આગ લગાવી છે. ગુણવંત ઘરે પહોંચ્યો ત્યારે ઘરમાં આગ ચાલુ હતી અને ધુમાડાના ગોટેગોટા નીકળતા હતા. ગુણવંતે ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરતા બંને ઘટના સ્થળે પહોંચ્યા હતા, પોલીસે ત્યાં હાજર રમેશભાઈ ને ઝડપી લીધા હતા.

જ્યારે નિધિ પોલીસને જોઈ કોઈકની સાથે બાઈક પર નીકળી ગઈ હતી, આગમાં પાર્કિંગમાં મૂકેલી બે સાયકલ, બુલેટ, એકટીવા, ઇન્વર્ટર અને એસીના બે કોમ્પ્રેશર, ફર્નિચર બળી ગયા હતા. બનાવ અંગે ગુણવંતે પત્ની, સસરા અને સાસુ હંસાબેન વિરુદ્ધ ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*