સુરતના ઉધના વિસ્તારમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. સુરતના ઉધના વિસ્તારમાં એક બાળકનું દર્દનાક મોત થયું છે.. જાણવા મળી રહ્યું છે કે ફક્ત સાત મહિનાના બાળકને અચાનક જ પેટમાં દુખાવો પડ્યો હતો અને ત્યારબાદ તેને અંતિમ શ્વાસ લીધા હતા. કરવામાં આવી રહ્યું છે કે બાળક બીમાર હતો છતાં પણ પરિવારના સભ્યો તેને હોસ્પિટલ ન લઈ ગયા પરંતુ તેને એક ભુવાની પાસે લઈ ગયા હતા.
એના બે દિવસ બાદ બાળકની તબિયત ખૂબ જ બગડી ગઈ હતી અને એટલા માટે પરિવારના સભ્યો તેને હોસ્પિટલ લઈ ગયા હતા અને તેનું રસ્તામાં જ મોત થઈ ગયું હતું. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મૂળ વલસાડ અને સુરતના ઉધના વિસ્તારમાં આવેલા પટેલ નગરમાં રહેતા રાજુભાઈ રાઠોડ પોતાના પરિવાર સાથે રહે છે.
રાજુભાઈ રાઠોડ સંચા ખાતામાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. મૃત્યુ પામેલા દીકરાનું નામ આદિ હતું અને તેની ઉંમર સાત મહિનાની હતી. આદિ પરિવારનો એકનો એક દીકરો હતો અને તેનું મોત થતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
જો રાજુભાઈ રાઠોડ પોતાના દીકરાને યોગ્ય સમયે દવાખાને લઈ ગયા હોત તો આજે તેમનો દીકરો જીવતો હોત અને તે એકદમ સ્વસ્થ હોત.જાણવા મળી રહ્યું છે કે રાજુભાઈ રાઠોડના દિકરા આદિને ચાર પાંચ દિવસ પહેલા અચાનક જ પેટમાં દુખાવો પડ્યો હતો. જેના કારણે રાજુભાઈ પોતાના દીકરાને હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ એક ભુવા પાસે પીછું મરાવા માટે લઈ ગયા હતા.
રાજુભાઈ રાઠોડ પહેલા દિવસે જ્યારે પોતાના દીકરાને ભુવા પાસે લઈ ગયા હતા. ત્યારે ભુવાએ એમ કહ્યું હતું કે આને સારું થઈ જશે તેમ કહીને તેને ઘરે મોકલી દીધા હતા. બે દિવસ બાદ ભુવાએ અહીં તેમને પાછું આવવાનું કહ્યું હતું. પરંતુ તે પહેલા તો આદી ની તબિયત ખૂબ જ વધારે પડતી બગડી ગઈ હતી એટલે પરિવારના સભ્યો ગભરાઈને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા રસ્તામાં જ દીકરાનું મોત થઈ ગયું હતું.
આ ઘટનામાં પરિવારની બેદરકારીના કારણે પરિવારે પોતાનો જ એકનો એક દીકરો ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે પરિવારના સભ્યો આદીને 108 ની મદદથી સારવાર માટે હોસ્પિટલ લઈ જતા હતા. આ દરમિયાન રસ્તામાં આદિનું મોત થઈ ગયું હતું. પરિવારના સભ્યોએ બાળકનું પોસ્ટમોર્ટમ કરાવવાનીના પાડી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment