સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે શનિવારના રોજ સાંજના સમયે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના વિશે આપણે વાત કરવાના છીએ. આ અકસ્માતની ઘટનામાં એક પિતા અને તેમના 10 વર્ષના દીકરાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અકસ્માતમાં બાપ દીકરાનું મૃત્યુ થતાં હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
શનિવારના રોજ સાંજના સમયે રસ્તા પર એક બસે કારને જોરદાર ટક્કર લગાવી હતી. આ કારણોસર ગંભીર અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની ઘટનામાં કારમાં સવાર ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ ચારેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને બે લોકોની સારવાર ચાલુ છે.
આ ગંભીર અકસ્માતની ઘટના ઝાંસીના કાનપુર હાઇવે ઉપર ખીલ્લી ગામ પાસે બની હતી. સમગ્ર ઘટનાને વિગતવાર વાત કરીએ તો રાજસ્થાનના કોટામાં રહેતા 40 વર્ષના રાજેશભાઈ ટ્રાન્સપોર્ટની નોકરી કરતા હતા. રાજેશભાઈનો સાળો કમલેશ જાલૌનના લોના ગામનો રહેવાસી છે. કમલેશે પોતાના ગામમાં ભાગવત કથા કરાવી હતી. ભંડારા 27 જાન્યુઆરીના રોજ હતો. ભંડારામાં સામેલ થવા માટે રાજેશ, તેની પત્ની ડીમ્પલ અને 10 વર્ષનો દીકરો કાર લઈને ગયા હતા.
ધાર્મિક કાર્યક્રમ પત્યા બાદ શનિવારના રોજ સાંજના સમયે રાજેશ પોતાના પરિવાર સાથે કાર લઈને ઘરે આવવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન રાજેશના મિત્ર જીતેન્દ્રની 16 વર્ષની દીકરી પણ તેની સાથે કારમાં હતી. રસ્તામાં હાઈવેનું કામકાજ ચાલતું હતું જેના કારણે એક બાજુનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો.
જેના કારણે એક જ સાઈડમાં આમને સામને વાહનો અવાર-જવર થતા હતા. આ દરમિયાન સામેથી આવતી એક બસે રાજેશની કારને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કારમાં સવારે ચારેય લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ ચારેયની સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
અહીં હોસ્પિટલમાં સારવાર દરમિયાન સૌપ્રથમ રાજેશભાઈ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને ત્યારબાદ તેમના 10 વર્ષના દીકરાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. પિતા અને દીકરાનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. જ્યારે રાજેશભાઈના પત્ની અને તેમના મિત્રની દીકરીની સારવાર હોસ્પિટલમાં ચાલી રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment