આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે જયપુરમાં મોડી રાત્રે બનેલી કે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. એક કાર સળીયાથી ભરેલા ટ્રેક્ટર-ટ્રોલીમાં સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં કારમાં મુસાફરી કરી રહેલા ડોક્ટર પ્રવીણ વ્યાસ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
જેના કારણે તેમનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. આ ઉપરાંત કારમાં હાજર ડોક્ટર અમિત કુમારને હાથ અને માથાના ભાગે ઇજા પહોંચી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે અકસ્માતની ઘટના લગભગ રાત્રે 1:00 વાગ્યાની આસપાસ બની હતી. બંને ડોક્ટરો જયપુરમાં ખરીદી કરીને દૌસા ઘર તરફ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં તેમની કાર સળીયાથી ભરેલા ટ્રેક્ટર-ટ્રોલીની પાછળ ઘૂસી ગઈ હતી.
અકસ્માતની ઘટના બન્યા બાદ ઘટના સ્થળે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ઘટનામાં ડોક્ટર પ્રવીણ વ્યાસનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ડોક્ટર અમિત ઇજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સમગ્ર ઘટનાને લઈને પોલીસે જણાવ્યું કે, ટ્રેક્ટર-ટ્રોલીમાંથી લગભગ 5 થી 6 ફૂટ સુધી સળિયા બહાર નીકળતા હતા. અંધારામાં કાર ચલાવી રહેલા ડોક્ટર પ્રવીણ વ્યાસ બરાબર જોઈ શકતા ન હતા. આ કારણો સરકાર ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસે ટ્રેક્ટરચાલકની ધડપકડ કરી લીધી છે.
અકસ્માતની ઘટનાની જાણ થતા 38 વર્ષે ડોક્ટર પ્રવીણ વ્યાસના પરિવારજનો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ડોક્ટર પ્રવીણના મૃત્યુના કારણે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ડોક્ટર પ્રવીણના મૃત્યુના કારણે બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment