ગુજરાત રાજ્યમાં ઇમર્જન્સી જેવી સ્થિતિ ઊભી થઇ હોવાનું હાઇકોર્ટ નું તારણ છે. સાથે કોર્ટે સુઓમોટો જાહેર હિતની અરજી ઓને ગણાવી દીધી છે. ગુજરાતમાં કોરોના ની વકરતી પરિસ્થિતિ પર હાઇકોર્ટ મેદાને આવી છે. હાઇકોર્ટે સુઓમોટો જાહેરહીતની અરજીઓને ગણાવી છે.
જેમાં સ્મશાન ગૃહ ની સ્થિતિ, હોસ્પિટલમાં બેડની અછત, ઇન્જેક્શનની ઘંટ વગેરે જેવા મુદ્દાઓ પર સુનાવણી આજરોજ 11 વાગ્યે શરૂ કરાશે. રવિવારે રાજ્યમાં કોરોના ના નવા 5469 કેસ અને 54 લોકોના મોત થયા છે.
તેવામાં કોરોના ની ગંભીર પરિસ્થિતિ જોતા ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં ઈમરજન્સી જેવી સ્થિતિ હોવાનું અવલોકન કર્યું છે.કોરોના ના કારણે રાજ્યમાં ઊભી થયેલી પરિસ્થિતિના મુદ્દાને ગુજરાત હાઇકોર્ટ સુઓમોટા શાયરી ની અરજી કરી છે.
અને કેન્દ્ર અને રાજ્ય સરકાર પક્ષકાર તરીકે જોડાવા આદેશ કર્યા છે. એટલું જ નહીં રાજ્યમાં કોરોના ની સ્થિતિ ગંભીર હોવાનું હાઇકોર્ટ નું તારણ છે.
અગાઉ હાઇકોર્ટે રાજ્ય સરકારને કોરોના ની સ્થિતિ જોતાં રાજ્યમાં લોકડાઉન કે કરફ્યુ જાહેર કરવા માટે આદેશ કર્યો હતો જે બાદ મુખ્યમંત્રી રૂપાણી સરકારે ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ રાજ્યનાં 20 શહેરોમાં નાઈટ કરફ્યુ લગાવવાનો નિર્ણય કર્યો હતો.
જોકે લોકડાઉન લાગુ કર્યું ન હતું અને નાઈટ કરફ્યુ રાત્રે 8 થી સવારના 6 વાગ્યા સુધી કરી દીધું હતું.કોરોના ની નવી લહેર અને વ્યવસ્થાના ગંભીર મુદ્દાઓને ટાંકી સુઓમોટો ની સુનાવણી કરવામાં આવે તે જરૂરી છે.
કોરોના વ્યવસ્થા સાથે જોડાયેલા ટોચના અધિકારીઓને સુનાવણીનું પ્રસારણ જોવા માટે હાઇકોર્ટે સૂચન કર્યું. આજ રોજ સુનાવણી બાદ રાજ્યની રૂપાણી સરકાર લોકડાઉન કરું કે નહીં તે મુદ્દે મહત્વનો નિર્ણય લઈ શકે તેમ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment