બર્થ ડેના એક દિવસ પહેલા યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું, પરિવારના લોકોનો આક્ષેપ છે કે જસદણ પોલીસે…

મિત્રો થોડાક દિવસ પહેલા જસદણમાં ATMમાં બનેલી એક ચોરીની ઘટના સામે આવી હતી. આ સમગ્ર ઘટનાને લઈને એક હવે નવો વળાંક સામે આવ્યો છે. એટીએમ ની ચોરી થયા બાદ પોલીસે રાજકોટના જય ગોસ્વામી નામના વ્યક્તિને શંકા ના આધારે પોલીસ મથક બોલાવ્યો હતો. ત્યારબાદ જય ગોસ્વામીએ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. મળતી માહિતી અનુસાર જય ગોસ્વામી ATMમાં રૂપિયા ભરવાનું કામ કરતો હતો. તેના સહિત કુલ ત્રણ લોકો પાસે 12 આંકડા નો કોડ હોય, ડિજિટલ લોક ખોલીને એટીએમમાંથી 17 લાખ રૂપિયાની ચોરી થઈ હતી.

જેથી ચોરીની શંકા ના આધારે પોલીસે જઈને પોલીસ મથક બોલાવ્યો હતો. આ મુદ્દે પરિવારજનોનો આક્ષેપ છે કે, પોલીસે જયને ટોચર કર્યો તેથી તેને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આટલું જ નહીં પરંતુ પરિવારના લોકોએ જઈને મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો છે. જય પોતાના જન્મદિવસના એક દિવસ પહેલા જ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટના બનતા જ જઈના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, જસદણના ખાનપર ગીતા નગર રોડ પર આવેલા bank of baroda ના શાખાના ATMનું બોક્સ ખોલીને તેમાંથી 17.33 લાખ રૂપિયા રોકડા ચોરીની ફરિયાદ જસદણ પોલીસને મળી હતી. બેંકના ચીફ મેનેજર એ જણાવ્યું કે, ATMમાં નાખવાળી એજન્સી તરીકે સિક્યોર વેલ્યુ એજન્સી પાસે કોન્ટ્રાક્ટ છે. જેમાં રાજકોટનો રહેવાસી રવિન્દ્ર ગોસ્વામી લોકેશન ઇન્ચાર્જ છે.

ગત 15 સપ્ટેમ્બર ના રોજ સાંજના છ વાગ્યાની આસપાસ રાજકોટ ખાતેથી કોડિયલ રવિન્દ્ર ગોસ્વામી તથા જયપુરી ગોસ્વામી બંને ફરિયાદી અંગે આવ્યા હતા અને વાત કરી હતી કે તેઓએ એટીએમ મશીન ખોલ્યું ત્યારે મશીનમાં જેટલા પૈસા હતા તે બધા રૂપિયા ગાયબ હતા. તેથી એટીએમના સીસીટીવી કેમેરા ચેક કરવા છે.

જ્યારે હિસાબ કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે, એટીએમ માંથી 17.33 લાખ રૂપિયા ઓછા હતા. સીસીટીવી કેમેરા ચેક કરી આપો ગત 6 સપ્ટેમ્બર ના રોજ રાત્રે કોઈ અજાણ્યા શકશે એટીએમ મશીનમાં આવીને ચાવી વડે મશીનને ખોલીને તેમાં પાસવર્ડ નાખીને રૂપિયા કાઢી લીધા હતા. રવિન્દ્ર ગોસ્વામી એ બેંકના મેનેજરને વાત કરી હતી કે, 6 સપ્ટેમ્બરના રોજ જયપુરી ગોસ્વામી તથા મયુર બગડા બેલેન્સ નાખવા માટે આવ્યા હતા.

અગાઉ 16/8 તારીખ ના રોજ મયુરસિંહ ઝાલા તથા મયુર બગડા એટીએમ માં બેલેન્સ નાખવા આવ્યા હતા. પોલીસ તપાસ કરતા જાણવા મળ્યું કે એટીએમ નો પાસવર્ડ મયુરસિંહ ઝાલા, મયુર બગડા અને જયપુરી ગોસ્વામી સિવાય બીજા કોઈ પાસે ન હતો. જેથી આ ત્રણ ઉપર શંકા થઈ હતી. પરિવારજનોનો આક્ષેપ છે કે, 16 તારીખના રોજ જઈને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો હતો.

ત્યાં પોલીસે તેને ટોચર કર્યો હતો અને રૂપિયા ક્યાં છે. તે વિશે પૂછપરછ કરીને તેની ધુલાઈ કરી હતી. ત્યારબાદ પરિવારના લોકોએ જઈના મામા વકીલ છે તેને વાત કરી હતી. 17 તારીખ ના રોજ પરિવારના લોકો પોલીસ મથક પહોંચ્યા હતા. ત્યારે પોલીસે થઈને ઘરે લઈ જવા દીધો હતો. અને પછી જઈએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવનને ટૂંકાવી લીધું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહીઓ ચાલી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*