શહીદ વીર જવાન મહિપાલસિંહના ઘરે દીકરીનો જન્મ થયો, દીકરીના જન્મ બાદ શહીદ જવાનની પત્નીએ કંઈક એવું કર્યું કે… સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે…

આંતકવાદીઓ સાથે અથડામણમાં દેશની રક્ષા કરતા કરતા શહીદ થયેલા અમદાવાદના જવાન મહિપાલસિંહ વાળાના ઘરે દીકરીનો જન્મ થયો છે. મહિપાલસિંહ વાળા તેમની પત્નીના સીમંત પ્રસંગે ઘરે આવવાના હતા. પરંતુ આવનાર બાળકનું મોઢું જોવે તે પહેલાં તો મહિપાલસિંહ વાળા વીરગતિ પામ્યા હતા.

ત્યારે શહીદ વીર જવાન મહિપાલસિંહ વાળાના પત્નીએ 11 ઓગસ્ટના રોજ દીકરીને જન્મ આપ્યો છે. તેમની દીકરીનું નામ વિરલબા રાખવામાં આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, જ્યારે મહિપાલસિંહ પત્ની વર્ષાબાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે તેમને પોતાના પતિના કપડાં સાથે રાખ્યા હતા.

જવાન મહિપાલસિંહ વાળાને CMની શ્રદ્ધાંજલિ, અનેક નેતાએ પુષ્પાંજલિ અર્પણ કરી -  Ahmedabad martyer mahipalsinh vala cm bhupendra patel Tribute News18  Gujarati

પછી દીકરીનો જન્મ થયા બાદ વર્ષાબાએ શહીદ વીર જવાન મહિપાલસિંહ વાળાના કપડાને સ્પર્શ કરીને પોતાની દીકરીને હાથમાં લીધી હતી. આ દરમિયાન હોસ્પિટલમાં હાજર તમામ પરિવારના સભ્યો અને અન્ય લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા.

શહીદ મહિપાલસિંહ સંતાનનું મોઢું જુવે તે પહેલા જ લીધા અંતિમશ્વાસ VR News Live

મિત્રો તમને જણાવી દઈએ કે, મહિપાલસિંહ વાળાને અંતિમ વિદાય વખતે તેમની પત્નીએ કહ્યું હતું કે, જો તેમના ઘરે દીકરાનો જન્મ થશે તો તેને ભારતીય સેનામાં મોકલીશ. મિત્રો તમને બધાને જણાવી દઈએ કે આવનારી 15 ઓગસ્ટના રોજ શહીદ વીર જવાન મહિપાલસિંહ વાળાનો જન્મદિવસ છે.

ઘરે ફૂલ જેવી દીકરીનો જન્મ થયા બાદ પરિવારના સભ્યોએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, દીકરી મોટી થશે અને જો તેને ડિફેન્સ સર્વિસમાં જવાની ઈચ્છા હશે તો અમે તેને જરૂર મોકલશું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*