વડોદરામાં રસ્તા ઉપર અચાનક જ દોડતી ગાય બાઈક સવાર પતિ-પત્ની સાથે અથડાતા, એવો ભયંકર અકસ્માત સર્જાયો કે… વીડિયો જોઈને હૈયુ કંપી ઉઠશે…

વડોદરા ના શહેરીજનોને વાહન અકસ્માતના ડર કરતાં રખડતી ગાયોનો ડર વધારે સતાવી રહ્યો છે. શહેરના ગોત્રી વિસ્તારમાં રસ્તે રખડતી ગાયે ટુ-વ્હીલર ઉપર પસાર થઈ રહેલા દંપત્તિને અડફેટે લીધા હતા. હવે આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં રસ્તા પર દોડતી ગાયે દંપત્તિને ઉલાળ્યું એ સ્પષ્ટ જોવા મળે છે. આ ઘટનામાં બંનેને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી અને ગાયની અડફેટે આવી ગયેલા દંપત્તિને લોહી લુહાણ હાલતમાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સ્માર્ટ સિટી વડોદરા ના શાસકો શહેરના માર્ગો ઉપર રખડતી ગાયોના ત્રાસમાંથી શહેરીજનોને છુટકારો અપાવવામાં ધરાર નિષ્ફળ ગયા છે. નોંધનીય છે કે પાલિકા તંત્ર રખડતા પશુઓ પર કાબુ મેળવવા ત્રણ શિફ્ટમાં ઢોર પકડવાની કામગીરી કરી રહ્યું છે. તેમ છતાં શહેરના માર્ગો ઉપર રખડતી ગાયો પર અંકુશ મેળવી શક્યું નથી. અવારનવાર ગાયોને કારણે લોકોને ભોગ બનવાનો વારો આવે છે. વડોદરા શહેરના ગોત્રી સૂર્યનગર સોસાયટીમાં રહેતા અને ઓનલાઈન કંપનીના ડીલેવરી બોય તરીકે નોકરી કરતા કુલદીપ રાઠવા અને મોલમાં નોકરી કરતા તેમના પત્ની ધારાબેન દશામાની સ્થાપના કરી હોવાનું વિસર્જન બાદ રજા પર હતા.

દરમિયાન ગઈકાલે ગુરુવારે બપોરે ત્રણ વાગ્યાના આસપાસ તેઓ નાસ્તો લઈને ટુ-વ્હીલર પર ઘરે પરત ફરી રહ્યા હતા. આ સમયે ગોત્રી સાયન્સ સ્કૂલ નજીક દોડતી આવેલી ગાયે અડફેટે લેતા ટુ-વ્હીલર ડિવાઇડર સાથે અથડાયું હતું. આ ઘટનામાં દંપતીને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી, તેમને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર ની જરૂર હોવાથી સયાજી હોસ્પિટલ ખાતે રિફર કરાયા હતા.

 

View this post on Instagram

 

A post shared by OUR VADODARA™ (@ourvadodara)

મળતી માહિતી પ્રમાણે અકસ્માત એટલો ગંભીર હતો કે પટકાયેલા દંપતીને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી. બંનેને લોહી નીતરતી હાલતમાં જ સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. હાલ તબક્કે બંનેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે, આ ઘટનાએ વધુ એક વખત પાલિકાતંત્રની પોલ ખુલ્લી પાડી છે. સામાજિક કાર્યકર કમલેશ પરમાર એ જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં રખડતા ઢોરની અડફેટે લોકો ઇજાગ્રસ્ત થતા હોય છે.

આ મામલે હાઇકોર્ટની ટકોર હોવા છતાં પાલિકાના પેટનું પાણી હલતું નથી, આજે એકદમ પતિને ગાયે અડફેટે લીધું છે. જેમાં તેઓ ઇજાગ્રસ્ત થયા છે જેથી આ બાબતે મેયર અને મ્યુનિસિપલ કમિશનરને તાત્કાલિક પગલા લેવા જોઈએ. વડોદરા શહેરના માર્ગો પર રખડતી ગાયો શહેરીજનો માટે જોખમરૂપ પુરવાર થઈ રહી છે. વડોદરા મહાનગરપાલિકા ની ઢોર પાર્ટી દ્વારા ગાયો પકડવાનું અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ કોર્પોરેશનની ઢોર પાર્ટી પોલીસ બંદોબસ્ત સાથે ગાયો પકડવા જાય છે.

ત્યારે ગૌપાલકો પોતાની ગાયોને છે ઢોરપાર્ટી થી બચાવવા માટે બાઈકો પર લોકોના જીવ જોખમમાં મુકાય એ રીત નીકળી પડે છે. સ્માર્ટ સિટી ની વાતો કરતા ભાજપ 25 વર્ષ કરતાં વધુ સમયથી કોર્પોરેશનમાં સત્તા ભોગવી રહ્યો છે. વડોદરામાં રસ્તે રખડતી ગાયોને કારણે અનેક લોકોએ પોતાના જીવન પણ ગુમાવ્યા છે. આમ છતાં કોર્પોરેશનમાં સતાધારિઓ શહેરીજનોને રસ્તે રખડતી ગાયોના ત્રાસમાંથી મુક્તિ અપાવી શક્યું નથી. શહેરીજનોને રસ્તે રખડતી ગાયો થી મુક્તિ અપાવવા માટે મોટી વાતો થાય છે પરંતુ એનો કોઈ અમલ થતો નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*