બનાસ નદીમાં પૂર વચ્ચે એક દંપતી ફસાયા, પોતાનો જીવ બચાવવા માટે કલાકો સુધી ઝાડ ના સહારે બચ્યા…

દેશમાં અનેક રાજ્યોમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. ત્યારે રાજસ્થાનમાં ભારે વરસાદના કારણે બનાસ નદી બે કાંઠે વહેવા લાગી છે. ત્યારે આજરોજ વહેલી સવારે અચાનક જ નદીનું પાણી આવી જતા આબુ રોડ નજીક એક દંપત્તિ ફસાઈ ગયા હતા.

મળતી માહિતી મુજબ બચાવ ટીમ સ્થાનિક લોકોની મદદથી હોડી દ્વારા ચાર કલાકની જહેમત બાદ વૃદ્ધ દંપતીને નદીમાં આવેલા પુરના પાણીમાંથી સલામત રીતે બહાર કાઢ્યા હતા.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે દંપતીએ નદીમાં આવેલા પૂરથી બચવા માટે એક ઝાડ નો સહારો લીધો હતો. તેઓએ કલાકો સુધી ઝાડ ના સહારે બચવાનો પ્રયાસ કર્યો હતો.

આ ઘટનાની જાણ થતા અધિકારીઓ તાત્કાલિક સ્થાનિક લોકોની મદદથી સતત ચાર કલાક સુધી ભારે જહેમત ઉઠાવ્યા બાદ વૃદ્ધ દંપતીને નદીના પાણીમાંથી બહાર કાઢ્યા હતા.

અને તેમનો જીવ બચાવ્યો હતો. મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટના આજરોજ વહેલી સવારે બની હતી. મળતી માહિતી મુજબ રાજસ્થાનના ઉપરવાસમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે.

તે કારણોસર બનાસ નદી બે કાંઠે વહેવા લાગી છે. મળતી માહિતી અનુસાર બનાસકાંઠામાં અમીરગઢ પાસે બનાસ નદીમાં નવા નીર આવતા હવે જિલ્લામાં ઊંડા ઉતરેલા પાણીના તાળ ઊચા આવશે અને ખેડૂતોને આશા બંધાશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*