કોરોના વધતા કેસને જોતા ઉત્તર પ્રદેશ યોગી આદિત્યનાથ સરકારે મોટો નિર્ણય કર્યો છે. ઉત્તર પ્રદેશમાં રવિવારે લોકડાઉન ની જાહેરાત કરવામાં આવી છે અને તેની સાથે જ માસ્ક ન પહેરવા પર પ્રથમ વખત એક હજાર રૂપિયાનો દંડ અને.
બીજી વખત માસ્ક ન પહેરવા પર દસ હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે.દેશમાં કોરોના મહામારી એ ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોના ની લહેર અટકાવવાનું નામ જ નથી રહી.
દેશમાં કોરોના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના ના 217353 લાખ નવા કેસ સામે આવ્યા છે.
અને સતત ત્રીજા દિવસે પણ 1000 થી પણ વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે.સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2173353 નવા કોરોના ના નવા કેસો આવ્યા છે અને 1185 લોકોના મોત થયા છે.
જોકે 1,18,302 લોકો ઠીક પણ થયા છે અને આ પહેલા બુધવારે 2,00,739 નવા કોરોના ના કેસો નોંધાયા હતા. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 15 લાખની પાર પહોંચી ગયો છે.
છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસો ની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોરોના ના દર્દીઓ સાજા થવાનો દર ઘટી રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment