ચોમાસાને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી, જાણો કેવો રહેશે વરસાદ.

223

દેશમાં ચોમાસુ સતત ત્રીજા વર્ષે સામાન્ય બની શકે છે. ભારતીય હવામાન વિભાગે ચાર મહિના એટલે કે જૂન,જુલાઈ,ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સારા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું સામાન્ય 98 ટકા રહેવાની સંભાવના છે.

પત્રકાર પરિષદમાં હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ આ વર્ષે ચોમાસુ દરમિયાન લા નિનાની ઘણી સંભાવના છે. આપને જણાવી દઇએ કે 96 ટકાથી 104 ટકાનો વરસાદ સરેરાશ અથવા સામાન્ય ચોમાસુ તરીકે વ્યાખ્યાયિત થાય છે.

દક્ષીણ પશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે એક જૂન આસપાસ કેરળ દ્વારા ભારતમાં પ્રવેશ કરે છે. ચોમાસાના ચાર મહિના પછી એટલે કે સપ્ટેમ્બરના અંત પછી ચોમાસું રાજસ્થાન થઈને પાછો આવે છે.

આઈએમડી નું કહેવું છે કે આ વર્ષના મોટા ભાગના ભાગોમાં સામાન્ય ચોમાસાની આગાહી છે. ચોમાસાનો બીજો અંદાજ મે મહિનામાં બહાર પાડવામાં આવશે.

એક અહેવાલ મુજબ ભારતમાં આશરે 200 મિલિયન ખેડૂતો ડાંગર, શેરડી, મકાઈ, કપાસ અને સોયાબીન જેવા ઘણા પાકની વાવણી માટે ચોમાસા ના વરસાદ ની રાહ જુએ છે.

સૌથી મોટું આનું કારણ એ છે કે દેશની લગભગ 50 ટકા ખેતીલાયક જમીનમાં સિંચાઈની સુવિધાઓનો અભાવ છે. આને કારણે, કૃષિ ઉત્પાદન ભારતના અર્થતંત્રમાં માત્ર 14 ટકા જેટલું છે.

આ ક્ષેત્રમાં દેશની 65 કરોડ થી વધુ વસ્તી રોજગારી આપે છે. ભારતની વસ્તી લગભગ 130 કરોડ છે એટલે કે લગભગ 50 ટકા લોકોને ખેતી અને ખેડૂતોમાં રોજગાર મળે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!