મહારાષ્ટ્રમાં કોરોના કેસના કારણે બગડતી સ્થિતિને જોતા રાજ્યમાં ત્રણ અઠવાડિયા નું લોકડાઉન લાગી શકે છે. મંત્રી વિજય વડેટ્ટીવારે આ વાતના સંકેત આપ્યા છે. તેમને કહ્યું કે રાજ્યના લોકોનો જીવ બચાવવા માટે આ કરવું જરૂરી છે.
તેઓએ કહ્યું કે આ મુસીબતના સમયે કેન્દ્ર સરકાર તરફથી કોરોના રસી પણ રાજયને પૂરતી સંખ્યામાં ઉપલબ્ધ કરાવવામાં આવતી નથી. ગુજરાતના જરૂરિયાત કરતાં વધારે રસી આપવામાં આવી છે.
એવામાં લોકોનો જીવ બચાવવો એ સૌથી મહત્ત્વનું છે માટે લોકડાઉન જરૂરી લાગે છે.વડેટ્ટિવારે કહ્યુ કે, મુંબઈની લોકલ ટ્રેનને લઈને પણ નિવેદન આપતા કહું કે, ટ્રેનમાં પણ પ્રવાસીઓ માટે કડક નિયમ લગાવવામાં આવી શકે છે.
મંત્રીના આ નિવેદન બાદ હવે ઉદ્ધવ ઠાકરે શું કેટલાક નવા નિયમો સાથે લોકો સાથે સવાંદ કરશે તેના પર પણ લોકોની નજર ટકેલી છે.આગામી દસ દિવસમાં મહારાષ્ટ્રની અંદર એક્ટિવ કેસની સંખ્યા 10 લાખ સુધી પહોંચી શકે છે.
આવી સ્થિતિમાં પણ વિપક્ષ રાજનીતિ કરવા ઉતરી છે જ્યારથી એમપીએસસી ની પરીક્ષા રદ થઈ છે ત્યારથી ભાજપ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહી છે.
હવે ભાજપ વેપારીઓને ભડકાવવાનું કામ કરી રહી છે.કોરોના રસી મુદ્દે મહારાષ્ટ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે એ ગુરુવારે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.
તેમને કહ્યું કે, રાજ્યમાં હવે માત્ર નવ લાખ ડોઝ જ વધ્યા છે. જેને સમગ્ર રાડય માં ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે.આ ડોઝ માત્ર 2 દિવસ સુધી જ ચાલશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment