ગુજરાત રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર-મહેસાણા સિકસફોન હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ટક્કર તથા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
મળતી માહિતી અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે, કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આ ગંભીર અકસ્માતની ઘટના બની છે. હાઇવે પર ડાયવર્ઝનની જગ્યાએ કોઈ પણ સાઈનબોર્ડ લગાવવામાં આવ્યા ન હતા. મળતી માહિતી અનુસાર બનાસકાંઠાના પાલનપુર-મહેસાણા સિકસલેન હાઇવે પર ડાયવર્ઝન પાસે કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા. અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. જાગ્રસ્ત થયેલા ત્રણ લોકોને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.
એટલે કે આ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ અકસ્માતની ઘટનાનો ભોગ બનનાર પરિવાર કાનાવડથી અંબાજી માનતા પૂર્ણ કરવા જઈ રહ્યા હતા. ત્યારે તેને રસ્તામાં અકસ્માતો હતો. આ અકસ્માતની ઘટનામાં હર્ષદભાઈ ડોશિયાર, હિતેન્દ્રસિંહ સિસોદિયા અને પંકજભાઈ ડોશિયારનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.
આ ઘટનામાં અનિલભાઈ ડોશિયાર અને કલ્પેશભાઈ ડોશિયાર ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના હાઇવે રોડ ઉપર કામ કરતાં કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે બની છે. કોન્ટ્રાક્ટર ની બેદરકારીને કારણે લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.
ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment