દેશભરમાં દિવસેને દિવસે સુસાઇડના બનાવો વધી રહ્યા છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે. જેમાં નાની નાની વાતમાં શાળા કે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ અથવા તો વિદ્યાર્થીનીઓ સુસાઇડ જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. ત્યારે હાલમાં જયપુરમાં(Jaipur) બનેલી વધુ એક સુસાઇડની(Suicide) ઘટના સામે આવી રહી છે. જયપુરમાં કોલેજ સ્ટુડન્ટે ટ્રેનની આગળ કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મૃત્યુ પહેલા વિદ્યાર્થીઓએ પોતાના facebook પર એક સુસાઇડ નોટ લખીને મૂકી હતી.
સુસાઇડ નોટમાં છોકરા છોકરીના ઉલ્લેખ કરવામાં આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે છોકરાના બ્લેકમેલિંગમાં યુવતીના સાથ દેતી હતી. આ વાતથી દુઃખી થઈને વિદ્યાર્થીએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે તેવું સુસાઇડ નોટમાં લખવામાં આવેલું છે. આ ઘટના બુધવારના રોજ બની હતી. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા યુવકના મામાએ ગુરૂવારના રોજ બપોરના સમયે પોલીસ સ્ટેશનમાં સુસાઇડ માટે ઉશ્કેરવાનો કેસ નોંધાવ્યો છે.
મૃત્યુ પામેલા વિદ્યાર્થીનું નામ અજયસિંહ સોઢા હતુ અને તેની ઉંમર 23 વર્ષની હતી. અજયસિંહ પોતાના માતા પિતા અને નાનાભાઈ ગૌરવ સાથે રહેતો હતો. તે એક ખાનગી કોલેજમાં બીએના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. બુધવારના રોજ સવારના સમયે અજય અને તેનો પિતરાય ભાઈ ગૌરવ પરીક્ષા આપવા માટે અલગ અલગ બાઈક પર પોત પોતાની કોલેજના કેન્દ્ર પર ગયા હતા.
ત્યારે બપોરના 12:00 વાગ્યાની આસપાસ અજય ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ત્યાં હાજર એક વ્યક્તિ અજયને ઇજાગ્રસ્ત હાલતમાં એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો હતો. અહીં હોસ્પિટલમાં સારવાર દરમિયાન બપોરના 3 વાગ્યાની આસપાસ અજયે પોતાનો જીવ ગુમાવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા અજયના પિતરાય ભાઈ ગૌરવે જણાવ્યું કે, અજય આ પગલું ભરતા પહેલા facebook પર સુસાઇડ નોટ લખી હતી. 11:30 વાગ્યાની આસપાસ અજાએ facebook પર સુસાઇડ નોટ પોસ્ટ કરી હતી.
વાંચીને મેં તરત જ ઘરે ફોન કર્યો હતો અને અજય વિશે પૂછ્યું હતું. ત્યારે ખબર પડી કે અજય હજુ સુધી ઘરે પહોંચ્યો નથી પછી મેં તેને ફોન કર્યો પરંતુ તેનો મોબાઇલ બંધ આવતો હતો. આ ઘટનાની જાણ થતા જ પરિવારના સભ્યો તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખાતે પહોંચી આવ્યા હતા. દીકરાનું મોત થતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. સુસાઇડ નોટમાં અજય લખ્યું હતું કે, નમસ્તે મિત્રો મેં તમારી સાથે ઘણો પ્રેમ લીધો છે અને હું હંમેશા ખુશ રહ્યો છું.
મને ક્યારેય કોઈની જરૂર પડી નથી, પરંતુ હવે એક છોકરાએ મને ખૂબ જ દુઃખી કરી દીધો છે. કેટલાક ફોટા માટે તે મને બ્લેકમેલ કરી રહ્યો છે. તેને મને દુઃખી કરી દીધો છે, જેની સાથે ફોટા હતા તે પણ તેના સપોર્ટમાં ચાલી ગઈ છે. બંને મળીને મને ખૂબ જ દુઃખી કર્યો છે. એટલે હું સુસાઇડ કરવાનું વિચારું છું. આ ઉપરાંત અજય સુસાઇડ નોટમાં ઘણું બધું લખ્યું હતું. હાલમાં પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment