હે ભગવાન આવું મોત કોઈને ન આપતો..! બાઈક પર સવાર ભાઈ અને બહેનને બસ ચાલકે કચડી નાખ્યા, 500 મીટર સુધી બંને રોડ ઉપર ઘસડાયા… એક સાથે બંને ભાઈ-બહેનની અર્થે ઊઠી…

Published on: 11:39 am, Fri, 12 May 23

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની(accident) ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ખાનગી બસ ચાલકે બાઈક પર જતા ભાઈ અને બહેનને કચડી નાખ્યા હતા. બસ ચાલક લગભગ ભાઈ અને બહેનને 500 મીટર સુધી ઘસડી ગયો હતો. અકસ્માતની ઘટના આટલી ગંભીર હતી કે ભાઈ બહેનનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું.

આ અકસ્માતની ઘટના ગુરુવારના રોજ બપોરના 3 વાગ્યાની આસપાસ બની હતી. જોધપુરમાં બનેલી આ અકસ્માતની ઘટના સાંભળીને તમારા પણ રુવાડા બેઠા થઈ જશે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો 22 વર્ષીય નીબનરામ નામનો યુવક બાઇક પર તેની નાની બહેન મમતાને કોલેજ મુકવા માટે જઈ રહ્યો હતો.

મમતાએ બીએમાં પ્રથમ વર્ષની ઇતિહાસની પરીક્ષા આપી હતી. મળતી માહિતી અનુસાર ભાઈ-બહેન કોલેજ તરફ જઈ રહ્યા હતા, આ દરમિયાન પાછળથી આવતી એક ખાનગી બસે તેમની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી. આ અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર બંને ભાઈ બહેન બાઈક સાથે બસની નીચે ફસાઈ ગયા હતા.

બસ ચાલે કે બંનેને કચરી નાખ્યા હતા અને લગભગ 500 મીટર સુધી બસ ચાલક બંનેને ધસડીને પોતાની સાથે લઈ ગયો હતો. ત્યાર પછી બસ ચાલકે બસ ઉભી રાખી હતી. ત્યાં સુધીમાં તો બંને ભાઈ બહેનના મોત થઈ ગયા હતા અને બંનેનું મૃતદેહ રોડ ઉપર ખૂબ જ ખરાબ રીતે કચડાઈ ગયું હતું.

અકસ્માતની ઘટના બનતા જ લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા જ મૃત્યુ પામેલા ભાઈ બહેનના ગામના લોકો અને સંબંધીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ બસ ચાલક ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે બસ કબજે લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક જ સાથે ભાઈ બહેનનું મોત થતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી દીધી છે. અકસ્માતની ઘટનામાં ભાઈ બહેન રોડ ઉપર ઘસડાયા હતા. આ કારણોસર બંનેના મૃતદેહની ખૂબ જ ખરાબ હાલત થઈ ગઈ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો