મિત્રો તમે પ્રામાણિકતાના ઘણા કિસ્સાઓ સોશિયલ મીડિયા પર સાંભળ્યા હશે. ત્યારે આજે આપણે એક સફાઈ કર્મચારીની પ્રામાણિકતાની વાત કરવાના છીએ. આ સફાઈ કર્મચારીએ કંઈક એવું કામ કર્યું કે સાંભળીને તમે પણ વાહ વાહ કરશો.
મિત્રો આ કિસ્સો અમદાવાદમાં આવેલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરનો છે. અહીં સફાઈ કર્મચારી તરીકે કામ કરતા એક વ્યક્તિને ટોયલેટ માંથી સોનાનું બિસ્કીટ મળ્યું હતું. સોનાનું બિસ્કીટ જોઈને સફાઈ કર્મચારી તો ખૂબ જ ચોકી ગયો.
સોનાનું બિસ્કીટ મળ્યા બાદ સફાઈ કર્મચારીએ પોતાની ઈમાનદારી બતાવીને તે સોનાનું બિસ્કીટ એરપોર્ટ પરના કસ્ટમર અધિકારીને આપી દીધું હતું. સફાઈ કર્મચારીની ઈમાનદારી જોઈને કસ્ટમ અધિકારી પણ ચોકી ઉઠ્યા હતા.
સફાઈ કર્મચારીની આ ઈમાનદારી જોઈને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમભાઈ અદાણીએ સફાઈ કર્મચારીનું સન્માન કર્યું હતું. આ સફાઈ કર્મચારીનું નામ ચિરાગ પરમાર છે. આ કિસ્સો ઘણા સમય પહેલાનો છે પરંતુ અમે તમારી સમક્ષ ફરી એક વખત તેને રજૂ કરી રહ્યા છીએ.
મિત્રો તમને જણાવી દઈએ કે ગૌતમ અદાણીએ ચિરાગ પરમારનું સન્માન કર્યું હતું અને તેને ભેટમાં ચાંદીનો એક સિક્કો પણ આપ્યો હતો. મિત્રો ચિરાગને જે સોનાનું બિસ્કીટ મળ્યું તેની કિંમત 47 લાખ રૂપિયાની આસપાસ હતી. આ કિસ્સો દરેક લોકો માટે પ્રેરણાદાયક છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment