આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીની બપોરે હોસ્ટેલના ચોથા માળેથી કૂદી ગઈ હતી. ત્યારબાદ તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. સમગ્ર ઘટના બનતા જ દીકરીના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. દીકરીના પિતાનો આરોપ છે કે, દીકરી એટલે ઊંચાઈ પરથી પડી છતાં પણ તેને જરાક પણ ઈજા પહોંચી ન હતી.
એવું લાગી રહ્યું છે કે હોસ્ટેલ વાળા કંઈક છુપાવી રહ્યા છે. આ ઘટના રતલામમાં આવેલા આદિવાસી કન્યા છાત્રાલયની હોસ્ટેલમાં બની હતી. આ સમગ્ર ઘટના બન્યા બાદ ભારે હોબાળો જોવા મળ્યો હતો. મૃત્યુ પામેલી વિદ્યાર્થીની ઉંમર 14 વર્ષની હતી અને તેનું નામ ક્રિષ્ના હતું. તે ધોરણ નવ માં અભ્યાસ કરતી હતી અને કન્યા હોસ્ટેલમાં બીજા માળે રહેતી હતી.
બુધવારના રોજ ધોરણ નવની અંગ્રેજીની સામાયિક પરીક્ષા હતી. ત્યારે ક્રિષ્નાને પરીક્ષામાં છેતરપિંડીમાં પકડી હતી એવું કહેવામાં આવી રહ્યું છે. 1:00 વાગે ટેસ્ટ પૂર્ણ થયા બાદ બધાએ હોસ્ટેલમાં ભોજન લીધું હતું. બપોરે 1.41 કલાકે હોસ્ટેલના ધાબા પરથી ક્રિષ્ના કૂદી ગઈ છે તેવી જાણકારી મળી હતી.
સમગ્ર ઘટના બન્યા બાદ શિક્ષકો અને હોસ્ટેલ ના પટાવાળા બાઇક પર ક્રિષ્ના અને સારવાર માટે જિલ્લાની હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન સાંજના સમયે ક્રિષ્નાનું મોત થયું હતું. ક્રિષ્નાનું મૃત્યુ થતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.
સમગ્ર ઘટના બન્યા બાદ ક્રિષ્નાના પિતાએ આરોપ લગાવ્યો છે કે, તેમની દીકરી ચોથા માળેથી નીચે પડી છતાં પણ તેના શરીર પર જરાક પણ ગંભીર ઈજા પહોંચી હોય તેવા નિશાનો દેખાયા નથી. મળતી માહિતી અનુસાર કૃષ્ણના શરીરમાં કોઈ પણ મોટું ફેક્ચર પણ થયું ન હતું.
દીકરીના પિતાનું કેવું છે કે હોસ્ટેલના લોકો કંઈક છુપાવી રહ્યા છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે. દીકરી એ શા માટે આ પગલું ભર્યું તેનું હજુ કોઈ પણ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. સમગ્ર કેસની તપાસ પૂર્ણ થઈ ગયા બાદ ઘટનાને લઈને ઘણા ખુલાસાઓ થઈ શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment