આજે આપણે એક-બે દિવસ પહેલા સુરતમાં બનેલી એક દુઃખદ ઘટના વિશે વાત કરવાના છીએ. દરેક માતા-પિતા માટે આ એક ચેતવણી રૂપ કિસ્સો છે. સુરતના પુણાગામ વિસ્તારમાં નાની ઉંમરે બાળકને બાઇક ચલાવવા દેવાનું ખૂબ જ ગંભીર પરિણામ સામે આવ્યું છે. આ ઘટનામાં પુણાગામ વિસ્તારમાં ઘરે જાણ કર્યા વગર 15 વર્ષનો દીકરો પિતાની બાઇક લઈને બહાર ફરવા માટે નીકળી ગયો હતો.
ત્યારે રસ્તામાં દીકરો લક્ઝરી બસની અડફેટેમાં આવી ગયો હતો. આ કારણોસર તેનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. પરિવારની બેદરકારી અને બાળકની નાદાનીના કારણે આજે બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. વિગતવાર વાત કરે તો મૂળ ગીર સોમનાથના ઉના તાલુકાના અંજાર ગામના વતની અને હાલમાં સુરતના પુણાગામના સીતાનગર પાસે ચામુંડા નગર સોસાયટીમાં રહેતા મનીષભાઈ હીરાભાઈ ટાંક એમ્બ્રાઈડરીના કારખાનામાં કામ કરીને પોતાના પરિવારનો ગુજરાન ચલાવે છે.
તેમનો 15 વર્ષનો દીકરો યશ નચિકેતા સ્કૂલમાં ધોરણ નવ માં અભ્યાસ કરતો હતો. મનીષભાઈ પોતાના પાડોશી પાસેથી સેકન્ડ હેન્ડ બાઈક ખરીદી હતી. નવી નવી શીખેલી બાઇકનો યશ દરરોજ આટો મારવા માટે જતો હતો. ત્યારે ઘટનાના દિવસે મોડી સાંજે યસ ના પપ્પા નોકરી પરથી ઘરે આવ્યા હતા.
ત્યારે યશ પોતાના પરિવારના સભ્યોને જાણ કર્યા વગર બાઈકની ચાવી લઈને બહાર આંટા મારવા માટે નીકળી ગયો હતો. આ દરમિયાન રસ્તામાં યશ લક્ઝરી બસની અડફેટેમાં આવી ગયો હતો. આ ઘટનામાં તેનું માથું ફાટી ગયું હતું આ કારણસર યસનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું.
મળતી માહિતી અનુસાર યશ લઈને પુણાગામના સીતાનગર થી રેશમા સર્કલ તરફ જતા ઓવરબ્રિજ પાસેથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન તે એક ઝડપી લક્ઝરી બસની અડફેટેમાં આવી ગયો હતો. અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
માત્ર 15 વર્ષના દીકરાના મૃત્યુના સમાચાર મળતા જ પરિવાર ઉપર આપ તૂટી પડ્યું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ બસ ચાલક ઘટના સ્થળેથી બસ લઈને ભાગી ગયો હતો. પોલીસે ઘટના સ્થળે લાગેલા આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરીને બસ ચાલકને પકડવાની કામગીરી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment