આપણે સૌ જાણીએ છીએ કે હાલ સમગ્ર ભારતમાં ચોરીના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે, ત્યારે એવા ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જેમાં લોકો ચોરીને અંજામ આપતા હોય છે એવો જ એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે. હાલ ચાલી રહેલી કાળઝાળ ગરમીને લીધે લોકો રાત્રે ઠંડક મેળવવા માટે ધાબા પર સૂવાનું પસંદ કરતાં હોય છે.
ત્યારે અમુક એવા ચોર અને તસ્કરો દ્વારા ધાબા ઉપર સૂતા હોય ત્યારે ચોરીને અંજામ અપાતો હોય છે એવામાં એક કિસ્સો અમદાવાદ શહેરમાંથી સામે આવ્યો હતો કે જેમાં રાત્રિના સમયે ધાબા પર સૂતેલા લોકો મોબાઇલ ચોરી કરીને નાસી છૂટયો. આ મોબાઈલ ચોર પોલીસના રંગેહાથ ઝડપાઈ ગયો અને પોલીસે આરોપી પાસેથી 11 ફોન કબજે કર્યા હતા.
તેને અલગ અલગ પોલીસ સ્ટેશનના ગુનાઓના ભેદ ઉકેલી નાખ્યા અને એક નહીં પરંતુ બે આરોપીઓ ઝડપાયા હતા.જ્યારે પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું ત્યારે બાતમી મળી હતી કે આવું એક નહીં પરંતુ ઘણી જગ્યાએ તેમણે મોબાઇલ ચોરી કર્યા છે. પોલીસ દ્વારા આ ગુનાનો ભેદ ઉકેલી લેતા તેમણે અલગ અલગ કંપનીના 11 જેટલા મોબાઇલ કબજે કરી અને આ આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવી.
આ ઉપરાંત તેમણે મોટરસાયકલ સહિત એક લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરી લીધો. એવામાં આરોપીનું નામ જણાવતાં કહે તો આરોપીનું નામ સુલતાન કે જેમની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને આવા ગુનાઓ ને લીધે વોન્ટેડ જાહેર કરાયો છે. આ કાળઝાળ ગરમીમાં એક યુવક ધાબા ઉપર સૂતો હતો તે દરમિયાન આકાશ સાથે અન્ય બે યુવકો પણ સુતા હતા.
તે દરમ્યાન ધાબા પર ચડી ને આરોપીઓ દ્વારા મોબાઇલ ચોરી કરવાની ઘટના સામે આવી હતી તેથી આ મુદ્દાને ઉકેલવા માટે પોલીસને જાણ કરવામાં આવી હતી તે દરમ્યાન એક જ સોસાયટીમાંથી પોલીસ દ્વારા પાંચ જેટલા મોબાઇલની ચોરી કરી હોવાની કબૂલાત આરોપીઓ દ્વારા સામે આવી હતી.
મળેલી બાતમીના આધારે જ્યારે આરોપીઓ પકડાઈ ગયા બાદ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા ત્યારે નોંધાયેલા ચાર જેટલા ગુનાઓ નો ભેદ ઉકેલવામાં આવ્યો હતો અને આ આરોપીઓને પકડવાની તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. એટલું જ નહીં પરંતુ એક જ સોસાયટીમાંથી અલગ-અલગ લોકોના મોબાઈલ ચોરીની ઘટનાઓ પણ ભેદ ઉકેલી નાખ્યો અને આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment