આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે બકસર જિલ્લાના ઔદ્યોગિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત દલસાગર ગામ પાસે બુધવારના રોજ મોડી સાંજે બાઈક ચાલકને બચાવવામાં નેશનલ હાઈવે 84 પર એક કાર પલટી ખાઈ ગઈ હતી.
આ ઘટનામાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા. ઉપરાંત ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટના બની ત્યારે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.
સ્થાનિક લોકોએ ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા અને આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મામલાની તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર યુપીના એક વૃદ્ધ વ્યક્તિની સારવાર કરાવીને ભોજપુર જિલ્લામાં પરત ફરતી વખતે દલસાગર પાસે કાર પલટી ખાઈ ગઈ હતી. જેમાં કારમાં સવાર બે લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયા. ઉપરાંત અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
મૃત્યુ પામેલા લોકોની ઓળખ પ્રભુનાથ મિશ્રા અને ધન્નુ મિશ્રા તરીકે થઈ છે. મળતી માહિતી અનુસાર બકસર બાજુથી ડુમરાવ તરફ ઝડપથી આવતી કાર ખરાબ રસ્તામાં બેકાબૂ બની હતી. કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.
અને કાર રોડની બાજુના ખાડામાં પલટી ખાઈ ગઈ હતી જેમાં બે લોકો એ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઘટના બનતા જ મોટી સંખ્યામાં ઘટના સ્થળે સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા અને સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment