હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક કાર ચાલક રસ્તાની વચ્ચોવચ બે વિદ્યાર્થીઓને જોરદાર ટક્કર લગાવે છે. હકીકતમાં ગાઝિયાબાદમાં બે વિદ્યાર્થીઓના ગ્રુપ વચ્ચે રસ્તાની વચોવચ મોટી બબાલ થઈ ગઈ હતી. ત્યારે વિદ્યાર્થીઓના ઝઘડા ની વચ્ચે એક સફેદ રંગની કાર પુરપાટ ઝડપે આવે છે અને બે વિદ્યાર્થીઓને જોરદાર ટક્કર લગાવે છે.
કારે એટલી જોરદાર હતી કે એક વિદ્યાર્થી તો હવામાં ફંગોળાઈને જમીન પર પડ્યો હતો. તેમ છતાં પણ તે વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થીઓ જુલાઈ કરે છે. મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના બુધવારના રોજ બપોરના સમયે ગાજિયાબાદમાં મસુરી ક્ષેત્રમાં બની હતી.
અહીં શહેરના પ્રાઇવેટ કોલેજના બીબીએ ના બે વિદ્યાર્થીઓના ગ્રુપ વચ્ચે રસ્તાની વચ્ચોવચ જોરદાર બબાલે થઈ ગઈ હતી. ઘણા બધા વિદ્યાર્થીઓ રસ્તાની વચ્ચોવચ બથોબથ આવ્યા હતા. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કોલેજના વિદ્યાર્થીઓ એકબીજા સાથે રસ્તાની વચ્ચોવચ ઝઘડો કરી રહ્યા છે.
જ્યારે વિદ્યાર્થીઓ બબાલ કરી રહ્યા છે. ત્યારે એક સફેદ કલરની કાર વિદ્યાર્થીઓ તરફ આવે છે. જેને જોઈને વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવવા માટે આમ તેમ ભાગવા લાગે છે. પરંતુ કાર ચાલકે બે વિદ્યાર્થીઓને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે એક વિદ્યાર્થી તો હવામાં ઉછળીને જમીન પર પડ્યો હતો.
આ ઘટના બન્યા બાદ કારચાલક ઉભો રહેતો નથી તે બીજા વિદ્યાર્થીઓ પર પણ કાર ચડાવવાની કોશિશ કરે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કારની ટક્કર બાદ જમીન પર પડેલા વિદ્યાર્થી પાસે અન્ય એક વિદ્યાર્થી ત્યાં આવે છે અને તેની ધુલાઈ કરે છે.
A fight broke out between 2 student groups in Ghaziabad. What seems to be a tragic accident turned out to be a meme material when a student who was hit by a car got up and started fighting again 🤧😂#jaat #gazhiabaad #up #fight #gangwar #car #students pic.twitter.com/B5zr5VkU1d
— Rishabh Hindwan (@rishabhhindwan) September 21, 2022
હાલમાં ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વિડીયો વાયરલ તથા પોલીસે કારચાલકની શોધખોળ શરૂ કરી દીધી છે. સુત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે કે કોલેજના સિનિયર અને જુનિયર ગ્રુપ વચ્ચે આ બબાલ થઈ હતી. આ ઘટનાનો વિડીયો ટ્વિટર પર Rishabh Hindwan નામના વ્યક્તિએ પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment