રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે પરની એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ગોંડલ નેશનલ હાઈવે પર ગઇકાલે રાત્રે રાજકોટ થી ગોંડલ આવી રહેલા તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય રાજેશભાઈ જેઠાણીની કારનું અકસ્માત થયું હતું.
મળતી માહિતી અનુસાર કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર બેકાબુ થતા ડિવાઇડર કૂદી અને હોટલમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં રાજેશભાઈ અને તેના મિત્રોને ગંભીર ઇજા પહોંચી હતી.
તેઓને પ્રાથમિક સારવાર માટે ગોંડલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી તેઓને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. બંનેની હાલત ખુબ જ ગંભીર હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બનતા જ ઘટનાસ્થળે એકઠા થયેલા લોકોએ કારનો દરવાજો તોડીને બંને વ્યક્તિને કારની બહાર કાઢ્યા હતા.
મળતી માહિતી અનુસાર ગોંડલ તાલુકાના પંચાયતના પૂર્વ સદસ્ય અને વાછરા ગામમાં રહેતા રાજેશભાઈ જેઠાણી અને તેના દડવા ગામે રહેતા મિત્ર જગાભાઈ ગુરૂવારના રોજ રાત્રે નવ વાગ્યાની આસપાસ રાજકોટ થી ગોંડલ તરફ પોતાની GJ 03 KP 9002 નંબરની કારમાં આવી રહ્યા હતા.
ત્યારે રસ્તામાં કાર બેકાબુ થતા ડિવાઇડર કૂદીને દ્વારકાધીશ હોટલ માં ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં રાજેશભાઈ અને જગાભાઈ ને ગંભીર રીતે ઈજા પહોંચી હતી.
અકસ્માત એટલો ગંભીર બન્યો કે કારનો ભાંગીને ભૂકો થઇ ગયો હતો. અકસ્માત બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કારમાં સવાર બંને લોકોને મહામહેનતે બહાર કાઢ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment