એક કાર બેકાબુ થતા બેરીકેટ તોડીને 25 ફૂટ ઊંડા ખાડામાં પડી ગઈ, અકસ્માતમાં 7 લોકોના મૃત્યુ, 3 લોકો ઈજાગ્રસ્ત…

આજકાલ અકસ્માતની ઘટના દિવસેને દિવસે વધી રહી છે અત્યાર સુધીમાં ઘણા નિર્દોષ લોકોએ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવી આવશે. ત્યારે દુર્ગ જિલ્લાના મોહન નગર પોલીસ સ્ટેશન વિસ્તારની રવિવારના રોજ સવારે બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં 3 લોકોના મૃત્યુ થયા છે અને 7 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.  ડોંગરગઢથી મા બામલેશ્વરીથી દર્શન કરીને પરત આવતા ભક્તો થી ભરેલી એક કાર બેરીકેટ તોડીને 25 ફૂટ નીચે ખાડામાં પડી ગઈ હતી.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં મોર્નિંગ વોક પર નીકળેલા 2 લોકો ભોગ બન્યા છે. આ અકસ્માતમાં મોર્નિંગ વોક પર નીકળેલા બંને લોકોના મૃત્યુ થયા છે. આ ઘટના અંજોરાના બાફના ટોલ પ્લાઝા પાસે બની હતી.  મળતી માહિતી મુજબ કારમાં સવાર તમામ લોકો રાયપુરના અશ્વિની નગરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી અનુસાર રાયપુર અશ્વિની નગરમાં રહેતા પુરેન્દ્ર સાહુ, ઉજ્જવલ દેવાંગન, સૌરભ સરોજ, કૃષ્ણ તમરાકર, ધીરજ દેવાંગન, સદ્દામ અંસારી, ભવ્યા સાહુ અને અમિત સાહુ નામના 8 મિત્રો માં બામલેશ્વરીની મુલાકાતે જવાનો પ્લાન બનાવ્યો હતો.

મળતી માહિતી અનુસાર તેઓ શનિવારના રોજ પોતાની કાર દ્વારા ડોંગરગઢ ગયા હતા. ત્યારે તેઓ રવિવારના રોજ સવારે મા બામલેશ્વરીના દર્શન કરીને રાયપુર પરત ફરી રહ્યા હતા. ત્યારે સવારે 6 વાગ્યાની આસપાસ તેમની કાર અંજોર વિસ્તારમાં બાફના પુલ પાસે પહોંચવાની હતી કે તરત જ ડ્રાઈવરે તેની ઉપર કાબુ ગુમાવ્યો હતો અને કાર બેરીકેટ તોડીને લગભગ 25 ફૂટ નીચે પડી હતી.

અકસ્માતની જાણ થતા આસપાસના લોકો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. આ અકસ્માતમાં મોર્નિંગ વોક પર નીકળેલા બે વ્યક્તિઓના મૃત્યુ થયા છે જેમની ઓળખ હજુ થઇ નથી. બેકાબૂ કારે મોર્નિંગ વોક પર નીકળેલા બે લોકોને અડફેટેમાં લીધા હતા. પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*