અમદાવાદમાં લોખંડની ગ્રીલ પર બેઠેલા વેપારીને વ્યાજખોરે ધક્કો મારીને નીચે પટકાયો, વેપારીનું મૃત્યુ – જુઓ લાઈવ મૃત્યુના CCTV ફૂટેજ…

અમદાવાદમાં દિવસેને દિવસે વ્યાજખોરોનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. સતત વ્યાજખોરોનો ત્રાસ વધતા હવે એવું લાગી રહ્યું છે કે આ લોકોને પોલીસ કે કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર રહ્યો નથી. ત્યારે અમદાવાદના નિકોલ વિસ્તારમાં વ્યાજખોરો દ્વારા વેપારીએ લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણીના કિસ્સામાં એક વેપારીનો જીવ ચાલ્યો ગયો છે.

ગ્રાઉન્ડ ફ્લોરની લોખંડની ગ્રીલ પર બેઠેલા વેપારીને વ્યાજખોરોએ ધક્કો મારીને 12 ફૂટ નીચે ફેંકી દીધો હતો. આ ઘટનામાં વેપારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ વેપારીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન વેપારીનું મૃત્યુ નીપજ્યું હતું.

આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સમગ્ર ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. નિકોલ પોલીસે ફરિયાદ નોંધને સીસીટીવી ફૂટેજ ના આધારે બે આરોપીઓની ધરપકડ કરી છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો મણિનગર વિસ્તારમાં રહેતા વેપારી અમિત શાહે ધંધા માટે ચાર વર્ષ પહેલા મીર રાણા નામના યુવક પાસેથી એક લાખ રૂપિયા 10% ના વ્યાજે લીધા હતા.

ત્યારબાદ મીર રાણા વેપારી પાસે અવારનવાર વ્યાજની પઠાણી ઉઘરાણી કરતો હતો. મીર રાણા ના વ્યાજની ભરપાઈ કરવા માટે વેપારીએ દુકાન માલિક કનુભાઈ અને રાજભા પાસેથી ડેઇલીંગ રેકરિંગથી લીધેલા રૂપિયા ચૂકવવાના હતા, પરંતુ વેપારી અમિતભાઈ ને ધંધામાં મંદીના કારણે તેઓ રાજભા અને કનુભાઈના પૈસા પણ ચૂકવી ન શક્યા.

મળતી માહિતી અનુસાર જે દિવસે આ ઘટના બની તે દિવસે અમિતભાઈ નિકોલમાં આવેલી પાની દુકાનની બહાર લોખંડની ગ્રીલ ઉપર બેઠા હતા. આ દરમિયાન વ્યાજખોર મીર રાણા લોખંડની ગ્રીલ પર બેઠેલા અમિતભાઈ ને ધક્કો મારીને 12 ફૂટ નીચે ફેંકી દે છે. સમગ્ર ઘટના બન્યા બાદ અમિતભાઈ ને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને અમિતભાઈના પત્નીએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ત્રણ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં હકીકતમાં મળેલી વિગત મુજબ, અમિતભાઈ મીર રાણા પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. જેના વ્યાજની ચુકવણી કરવા માટે અમિતભાઈ કનુભાઈ અને રાજભા નામના વ્યક્તિ પાસેથી પૈસા લીધા હતા.

પરંતુ ધંધામાં મંદિર આવવાના કારણે અમિતભાઈ કનુભાઈ અને રાજભાના પણ પૈસા ચૂકવી ન શક્યા. તેથી કનુભાઈ અને રાજભાઈ મીર રાણાને કનુભાઈની દુકાન પર ઉઘરાણી કરવા માટે મોકલ્યો હતો. આ દરમિયાન મીર રાણાએ કનુભાઈને ધક્કો મારીને તેનો જીવ લઈ લીધો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*