પાણીના જોરદાર પ્રવાહ વચ્ચે મુસાફરોથી ભરેલી બસ રમકડાની જેમ તણાઈ ગઈ, પછી તો કંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને હૃદયના ધબકારા વધી જશે…

જમ્મુ કાશ્મીરના રામબન જિલ્લામાં રવિવારે સવારે જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે પર ભૂસ્ખલન થયું હતું. જેના કારણે ટનલ પાસે હાઇવે બ્લોક થઈ ગયો હતો. ત્યારબાદ પ્રશાસને કાટમાળ હટાવીને રસ્તો ટ્રાફિક માટે ખુલ્લો કર્યો હતો. ઉત્તરાખંડના નૈનીતાલમાં ધનગઢી પુલ ઉપરથી એક ઓવર ફ્લો ગટર વહી રહી છે.

શનિવારે બ્રિજ પરથી પસાર થઈ રહેલી બસ પલટી ગઈ હતી, બસમાં 35 લોકો સવાર હતા જેમને બચાવી લેવામાં આવ્યા હતા. બસમાં સવાર લોકોને જેસીબી ની મદદથી બચાવી લેવામાં આવ્યા હતા અને આ પછી પૂલ પરથી વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Aaj Tak (@aajtak)

મધ્યપ્રદેશના સતના જિલ્લામાં શનિવારે સાંજે બકિયા બેરેજના તેર દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેના કારણે રિવા ના તરાઈ વિસ્તારોમાં પૂરનું જોખમ વધી ગયું છે. હોમગાર્ડ અને SDERF ટીમો અહીં તૈનાત કરવામાં આવી છે, આજે દેશના 18 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

જેમાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડ નો સમાવેશ થાય છે. જ્યારે હરિયાણા, દિલ્હી, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, બિહાર, ઝારખંડ, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ, મણીપુર અને ત્રિપુરા તેમજ છત્તીસગઢમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*