ભારે વરસાદ વચ્ચે આવો કુદરતી નજારો પહેલા ક્યારેય નહીં જોયો હોય… જુઓ વાયરલ વિડિયો…

Published on: 2:56 pm, Sun, 6 August 23

સોશિયલ મીડિયા પર દરરોજ અલગ અલગ પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે. પરંતુ કેટલાક વિડિયો તો એવા હોય છે જેને જોઈને આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. આ દિવસોમાં સતત વરસાદ સાથે જોડાયેલા ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. હાલમાં જ તેને લગતો એક વિડિયો ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે.

જેમાં વીજળીનો અદભુત નજારો કેમેરામાં કેદ કરવામાં આવ્યો છે અને તેને જોઈને તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય અને તમે ચોકી જશો. કારણ કે તે એક એનીમેટેડ થ્રીડી શો જેવો લાગે છે, અને આ વિડીયો એટલો સુંદર છે અને વીડિયોમાં સર્જાયેલા નયનરમ્ય દ્રશ્ય ખરેખર અદભુત છે.

વીડિયોમાં જોઈ શકો છો કે ભારે વરસાદના કારણે તે વિસ્તારમાં વાવાઝોડા ના દ્રશ્યો સર્જાયા છે. 9 સેકન્ડનો આ વિડીયો ટ્વીટર પર માસિમો નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં રાત્રી નો નજારો છે અને એક પહાડ દેખાઈ રહ્યો છે, થોડીવારમાં આ પર્વતની ટોચ પરથી એક પ્રકાશ દેખાય છે.

વાસ્તવમાં આ પ્રકાશ બીજું કંઈ નથી પરંતુ વીજળીનો ઝબકારો છે, આ પર્વતની બરાબર ઉપર એક વાદળ છે અને વાદળો માંથી વીજળીનો જબરદસ્ત ચમકારો થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈને આ લાઈટનિંગ લાઇટિંગ શો જેવી લાગે છે, જે ક્યારેક ઝાડ જેવો આકાર બનાવી રહી છે તો ક્યારેક લાઈટની જેમ ચમકી રહી છે. વીજળીનો આ વિડીયો ટ્વીટર પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં આ વીડિયોને 54 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.

તે જ સમયે હજારો લોકોએ આ વીડિયોને રી ટ્વિટ પણ કર્યો છે, કેટલાક યુઝર્સ નું કહેવું છે કે આ કુદરતનો અનોખો નજારો છે તો કેટલાક લોકોએ આ વીડિયોને અદભુત પણ ગણાવ્યો છે. તમને જણાવી દઈએ કે પહાડી વિસ્તારમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડે છે અને વાદળ ફાટવા અને વીજળી પડવા જેવી ઘટનાઓ સામાન્ય છે. પરંતુ આ વીજળી જે રીતે ચમકી રહી છે તે ખરેખર આશ્ચર્યજનક છે અને તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભારે વરસાદ વચ્ચે આવો કુદરતી નજારો પહેલા ક્યારેય નહીં જોયો હોય… જુઓ વાયરલ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*