રાજકોટમાં વહેલી સવારે થયું બસનું અકસ્માત, 40 જેટલા મુસાફરોને ઇજા…

રાજકોટમાં વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રાજકોટ નજીક સરધાર પાસે યાત્રાળુઓની બસ પલટી ગઈ હતી.જેમાં 40 જેટલા મુસાફરોની ઈજા પહોંચી છે.વહેલી સવારે 3:45 વાગ્યે બસ પલટી મારવાથી અકસ્માત સર્જાયો હતો. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

એકલારા ગામના લોકો ધાર્મિક પ્રવાસે નીકળ્યા હતા.પ્રાપ્ત માહિતી અનુસાર, દામનગર નજીકના એકલારા ગામના લોકો ધાર્મિક પ્રવાસે નીકળ્યા હતા. આ યાત્રાળુઓ ત્રણ દિવસના રણુજા, દ્વારકા અને સોમનાથની યાત્રાએ જવા નીકળ્યા હતા. બસમાં લગભગ 55 જેટલા યાત્રાળુઓ નીકળ્યા હતા.

ત્યારે અચાનક સરધાર પાસે બસ સાથે અકસ્માત સર્જાયો હતો અને બસ પલટી મારી ગઇ હતી.આ અકસ્માતમાં 40 જેટલા મુસાફરોને નાની-મોટી ઇજા પહોંચી છે.

તમામ ઘાયલ મુસાફરોને તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જોકે સદનસીબે કોઇ જાનહાની સર્જાઈ ન હતી.

રાજકોટમાં ગણતરીની કલાકોમાં જ બીજો અકસ્માત પણ થયો હતો. ગોંડલના આશાપુરા અંડર બ્રિજ ખાતે એસટી બસનો અકસ્માત થયો હતો.અંડર બ્રિજ ખાતે એસ.ટી.બસ દીવાલ સાથે અથડાઈ હતી.આ અકસ્માતમાં બસમાં મુસાફરી કરતા 4 થી 5 મુસાફરોને ઈજા પહોંચી હતી.

તો ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ માં ખસેડાયા હતા. ગઈકાલે ખેડાના કથનાલના અનારા પાસે એસટી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત માં 32 જેટલા મુસાફરોને ઈજા પહોંચી હતી તો 6 મુસાફરો ગંભીર ગવાયા છે.

એસટી બસ જામનગર થી ઝાલોદ તરફ જઈ રહી હતી ત્યારે અમદાવાદ ઇન્દોર હાઇવે પર કઠનાલ પાસે બસને અકસ્માત નડયો હતો. બસ આગળ ટ્રક ની સાથે અથડાઈ હતી.

જેથી ટ્રકની પાછળ એસટી બસ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બસમાં ખાલી સાઈડનું પડખું ચિરાઈ ગયું હતું. બસના આગળના ભાગ ટ્રકમાં ઘૂસી ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*