ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં જ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ નું મોટું નિવેદન, જાણો વિગતે.

Published on: 11:21 am, Sun, 15 August 21

ગુજરાતના 2022માં આગામી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી ની તૈયારી અત્યારથી જ શરૂ કરી દીધી છે. આ સાથે ભારતીય જનતા પાર્ટીએ પણ આગામી વિધાનસભાની ચૂંટણીમાં પોતાનો ગઢ જમવાની તૈયારી અત્યારથી જ શરૂ કરી દીધી છે.

એક બાદ એક સંગઠનની બેઠક નો દોરો યોજ્યા બાદ હવે સંગઠનની કામગીરી ને મજબૂત બનાવવા માટે સરકારની કામગીરીને પ્રજા સુધી પહોંચાડવાની જવાબદારી પક્ષના અગ્રણી કાર્યકર્તાઓને સોંપવામાં આવી છે.

જ્યારે ગુજરાતમાં ભાજપના પ્રદેશપ્રમુખ સી.આર.પાટીલે રાજકારણને લઈને મોટું નિવેદન આપ્યું છે. ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી કોના નેતૃત્વમાં થશે તેને લઈને ગુજરાત ભાજપમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે.

ત્યારે મળતી માહિતી મુજબ નેતૃત્વ પરિવર્તનને લઈને સી.આર.પાટીલે મોટું નિવેદન આપતાં જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી મુખ્યમંત્રી વિજય રૂપાણી ના નેતૃત્વમાં જ થશે.

સી આર પાટીલ નું નિવેદન છે કે આગામી વિધાનસભાની ચૂંટણી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વમાં જ થશે. સી.આર.પાટીલ આ નિવેદનના કારણે ચર્ચાઓ પર રોક લાગી ગયો છે.

આ ઉપરાંત સીઆર પાટીલે કહ્યું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી નેતૃત્વમાં સારું કામ થયું છે સાથે જ ગુજરાતમાં આગામી સમયમાં કોઈ જ નેતૃત્વ પરિવર્તન કરવામાં આવશે નહીં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં જ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ નું મોટું નિવેદન, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*