આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરવાના છીએ જેને તમે બધા ઓળખતા જ હશો. મિત્રો તમે બધા સુરતના ડાયમંડ કિંગ તરીકે ઓળખાતા સવજીભાઈ ધોળકિયાને તો જરૂર ઓળખતા હશો. આજના સમયમાં કોઈ સામાન્ય વ્યક્તિને નાનું ઘર લેવું હોય તો પણ ઘણું વિચારવું પડે છે.
ત્યારે હાલમાં ખેડૂતપુત્ર એવા સવજીભાઈ ધોળકિયાએ મુંબઈમાં 185 કરોડો રૂપિયાનો બંગલો પોતાના ભાઈ ઘનશ્યામભાઈ માટે ખરીદ્યો છે. તેઓ હરિકૃષ્ણ ડાયમંડ કંપનીમાં મેનેજિંગ ડાયરેક્ટર છે. બંગલો મુંબઈમાં આવેલો છે અને મુંબઈમાં આવેલી સવજીભાઈ ની ઓફિસથી એકદમ નજીક આ બંગલો આવેલો છે.
19886 સ્ક્વેર ફીટમાં આવેલા આલીશાન બંગલાનું નામ પન્હાર છે. બંગલો દેખાવમાં પણ ખૂબ જ સુંદર છે. બંગલામાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર તથા 6 ફ્લોર આવેલા છે. દુનિયાની તમામ સુખ સુવિધાઓ આ બંગલાની અંદર છે. મહત્વની વાત એ છે કે આ બંગલો ખરીદવા માટે બે એગ્રીમેન્ટ કરવામાં આવ્યા છે.
પહેલું એગ્રીમેન્ટ લીઝ લેન્ડનું છે. જ્યારે 1349 સ્ક્વેર ફીટ ની જમીનના 47 કરોડ અને તેની સ્ટેમ્પ ડ્યુટી તરીકે 2.57 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે આ બંગલા ઉપર ઇન્ડિયન બુલ્સ હાઉસિંગ ફાઇનાન્સને 36.5 કરોડની લોન પરમીટ કરવામાં આવી હતી.
185 કરોડનો આ બંગલો સવજીભાઈના ભાઈ ઘનશ્યામભાઈ ધોળકિયાના નામે રજીસ્ટર થયેલો છે. 6 માળના બંગલા ની અંદર 15 એપાર્ટમેન્ટ છે. આ બંગલો ખૂબ જ આલીશાન અને સુંદર છે.
32 વર્ષ પહેલા જ્યારે સવજીભાઈ ધોળકિયા મુંબઈ રહેવા આવ્યા ત્યારે તેઓ આઠ વર્ષ સુધી ભાડાના મકાનમાં રહેતા હતા. 1994 ની સાલમાં તેઓ 1BHK ફ્લેટમાં રહેતા હતા, ત્યાર પછી 2 અને 3 BHKના ફ્લેટમાં ભાડેથી આઠ વર્ષ સુધી રહ્યા હતા. 2001 ની સાલમાં સવજીભાઈ ધોળકિયા પોતાની માલીકીનો એક ફ્લેટ ખરીદ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment