મિત્રો સુરત શહેરમાં ગત શનિવારના રોજ રાત્રે સચિન જીઆઇડીસીની અનુપમ રસાયણ ફેક્ટરીમાં બોઇલર ફાટ્યું હતું. જેના કારણે આખી ફેક્ટરીમાં આગ લાગી ગઈ હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં ફેક્ટરીમાં કામ કરતા ચાર કર્મચારીઓના મૃત્યુ થયા છે અને અન્ય 20 જેટલા ઇજાગ્રસ્ત થયેલા કર્મચારીઓની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે.
જેમાંથી સારવાર દરમિયાન એક એન્જિનિયર યુવકનું મૃત્યુ નીપજ્યું છે. એટલે કે હવે આ ઘટનામાં મૃત્યુનો આંકડો પાંચ થઈ ગયો છે. એન્જિનિયરની મૃત્યુ થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. મૃત્યુ પામેલો એન્જિનિયર યુવક પરિવારનો એકનો એક દીકરો હતો અને ચાર બહેનોનો એકનો એક ભાઈ હતો.
યુવકની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. મૃત્યુ પામેલા એન્જિનિયર યુવકનું નામ જયરાજસિંહ ઠાકોર હતું. જયરાજસિંહનું મૃત્યુ થતાં ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. સચિન જીઆઇડીસી વિસ્તારમાં બનેલી આ દુર્ઘટનામાં જયરાજસિંહ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.
છેલ્લા પાંચ દિવસથી તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી હતી. આખરે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. જયરાજસિંહના મૃત્યુના સમાચાર સાંભળીને તેમના પરિવાર અને તેમના સમાજમાં માતમ છવાઈ ગયું હતું. જયરાજસિંહ નવસારી કોલોનીના ગામનો રહેવાસી હતો.
ચાર બહેનોના એકના એક લાડકવાયા ભાઈનું મૃત્યુ થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. જયરાજસિંહ ની અંતિમ વિદાયમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અંતિમ વિદાય વખતે જયરાજસિંહ ને ચશ્મા પહેરાવવામાં આવ્યા હતા.
કારણકે જયરાજસિંહ બાળપણથી જ ચશ્માનો ખૂબ જ શોખ હતો. અંતિમ વિદાયમાં જયરાજસિંહની માતા અને બહેનોની હાલત જોઈને ત્યાં હાજર તમામ લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા. સુરતમાં બનેલી આ ઘટનાના કારણે પાંચ હસતા ખેલતા પરિવાર વિખરાઈ ગયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment