મધ્ય આફ્રિકાના ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કાંગોની કાંગો નદીમાં યાત્રીઓ થી ભરેલી બોટ પલટી ખાઈ જતાં 50થી વધારે લોકોના મૃત્યુ થયા છે. મળતી માહિતી અનુસાર હજુ પણ 60 થી પણ વધારે લોકો ગુમ છે તેવી માહિતી સામે આવી છે.
આ ઉપરાંત ઉત્તર પશ્ચિમીના મોંગાલાના ગવર્નરના પ્રવક્તા નેસ્ટર મૈગબાડોએ જણાવ્યું છે કે બુટ નદીમાં પલટી ખાઈ જવાનાં કારણે 51 લોકોના મૃતદેહો નદીમાંથી મળી આવ્યા છે. અને જ્યારે હજુપણ 60 થી વધારે લોકો ગુમ છે.
અને તેમની શોધખોળ ચાલુ છે. સુરક્ષા ટીમ દ્વારા આ ઘટનામાં 39 જેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર જ્યારે બોટ નદીમાં પલટી ખાઈ ગઈ ત્યારે 100 થી પણ વધારે લોકો નદીમાં ડૂબ્યા હતા.
તેમાંથી 51 લોકોના મૃતદેહો મળી આવ્યા છે અને 39 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ પહેલાં ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કાંગોમાં 15 ફેબ્રુઆરીના રોજ એક બોર્ડ નદીમાં પલટી ખાઈ ગઈ હતી. તે ઘટનામાં 60 લોકોનાં મૃત્યુ થયા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના પણ કાંગો નદીમાં જ બની હતી. ત્યારે બોટની ક્ષમતા કરતા વધારે લોકો તેમાં બેસાડવામાં આવ્યા હતા તે કારણે બોટ ઉંધી થઇ ગઈ હતી. આ પહેલા પણ જાન્યુઆરી 2021માં કાંગો નદીમાં એક બોટ પલટી ખાઈ ગઈ હતી.
જે ઘટનામાં 2 લોકોના મૃત્યુ થયા હતા અને 20થી વધારે લોકો ગુમ થઈ ગયા હતા. બોટની ક્ષમતા કરતાં વધારે લોકોને બોટમાં બેસાડવાના કારણે બોટ પલટી ખાઈ ગઈ હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment