અંબાવાડિયા ગામમાં બે માસૂમ બાળકોને ઉલટી થયા બાદ, સારવાર મળે તે પહેલા બંને બાળકના મૃત્યુ…

81

પંચમહાલ જિલ્લાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના આંબાવાડીયા ગામમાં બે માસૂમ બાળકોની રહસ્યમય ની રીતે મૃત્યુ થયા છે. મળતી માહિતી મુજબ આ ઘટનામાં 4 વર્ષીય શિવમ અને અઢી વર્ષીય ચિંતન નામના બે સગા ભાઈના મૃત્યુ થયા છે.

ઘટનાની જાણ થતા પાવાગઢ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને મૃત્યુ પામેલા બંને બાળકોને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર આંબાવાડિયા ગામના નાના ફળિયામાં રહેતા પરમાર પરીવાર રાત્રે જમીને સૂઈ ગયું હતું.

ત્યારે વહેલી સવારે અચાનક જ બંને બાળકોને ઉલટી થવા લાગી અને બંને બાળકોની હાલત ખુબ જ નબળી થઇ ગઇ હતી. જેથી બંને બાળકને હાલોલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં બંને બાળકોને સારવાર મળે તે પહેલાં જ બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ સહિત ગામના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલે દોડી આવ્યા હતા.

મૃત્યુ પામેલા બાળકોને પરિવારે પેનલ પોસ્ટમોર્ટમ ની પણ માંગ કરી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા બંને બાળકોના પેનલ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બંને બાળકોના મૃત્યુ કયા કારણોસર થયા છે એ જાણવા માટે પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.

આ સમગ્ર ઘટનાને લઇને હાલોલ પંથકમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. અને બંને બાળકોના મૃત્યુ કયા કારણોસર થયા તેની ચર્ચાએ જોર પકડયું છે. આ ઉપરાંત આ સમગ્ર ઘટનાને લઈને પાવાગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!