છેલ્લા ઘણા સમયથી બેકાબુ ડ્રાઇવિંગના(Reckless driving) કારણે દરરોજ બનતી અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ઘણી એવી અકસ્માતની ઘટનામાં એક જણાની બેદરકારીના કારણે અન્ય લોકોના મોત થતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી ઘટના મહારાષ્ટ્રના(Maharashtra) પુણે(Pune) માંથી સામે આવી રહી છે. આ ઘટનામાં એક ઝડપી બાઇક સવાર યુવકે રસ્તા ઉપર જતી વૃદ્ધ મહિલાને જોરદાર ટક્કર લગાવી હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે મહિલા અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. સમગ્ર ઘટના બન્યા બાદ વૃદ્ધ મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, ત્યાં સારવાર દરમિયાન મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ સમગ્ર અકસ્માતની ઘટનાના એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે.
ઘટનાના વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, વૃદ્ધ મહિલા રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન એક ઝડપી બાઇક ચાલક ત્યાંથી પસાર થાય છે. ત્યારે બાઈક ચાલક રોડ ક્રોસ કરી રહેલી વૃદ્ધ મહિલા ને ફુટબોલની જેમ હવામાં ફંગોળે છે.
ટક્કર એટલે જોરદાર હતી કે મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી અને હોસ્પિટલમાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. બાઈક ચાલક યુવકની બેદરકારીના કારણે એક વૃદ્ધ મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ભયંકર અકસ્માતની ઘટનાની નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
જેમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે કેવી રીતે ઝડપી બાઈક ચાલક રોડ ક્રોસ કરી રહેલી વૃદ્ધ મહિલાને ટક્કર લગાવે છે. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તમામ લોકો ભેગા મળીને વૃદ્ધ મહિલ ને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.
Warning कमजोर दिल वाले ना देखे वीडियो, तेज़ रफ्तार बाइक ने उड़ाए बुजुर्ग के परखच्चे पुणे के कर्वेनगर की घटना , महिला की मौत ।#puneaccident #CCTV pic.twitter.com/0aOzMVZSKf
— Namrata Dubey (@namrata_INDIATV) May 29, 2023
જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાએ અંતિમ શ્વાસ લીધા હતા. આ ભયંકર અકસ્માતની ઘટનાનો વાયરલ થઈ રહેલો વિડિયો ટ્વીટર પર Namrata Dubey નામના આઈડી પર શેર કરવામાં આવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment