ગુજરાત સરકારની માર્ગદર્શિકા ને લઈને પોલીસ વડા નું મોટું નિવેદન, આ માર્ગદર્શિકા ખાસ વાંચી લેજો.

ભારત સરકારના ગૃહ મંત્રાલયની 26 એપ્રિલ ની માર્ગદર્શિકા સંદર્ભ રાજ્ય સરકારે કોવીડ માર્ગદર્શિકા વધુ કડક બનાવી છે. આ મામલે લોકો અસંમજસમાં રહેતા DGP આશિષ ભાટિયાએ નવી માર્ગદર્શિકા પર નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે હવે 20 ની જગ્યાએ રાજ્યના 29 શહેરોમાં રાત્રિ કરફ્યુ લાગુ કરવામાં આવ્યું છે.

સરકારના આ નિર્ણયનો અમલ 28મી એપ્રિલ થી 5 મે સુધી કરવામાં આવશે. મહાનગરો બાદ અન્ય શહેરોમાં પણ રાત્રી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યું છે.

હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટા ઉદયપુર અને વેરાવળ સોમનાથ સહિત ફૂલ 29 શહેરમાં રાત્રીના 8 થી સવારના 6 વાગ્યા સુધી કોના કર્ફ્યુ રહેશે. આ ઉપરાંત રાજ્યના અને 29 શહેરમાં કેટલાક પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યા છે.

મોલ, શોપિંગ કોમ્પ્લેક્ષ, સિનેમાહોલ બંધ રહેશે તે ઉપરાંત જીમ, સ્વિમિંગ પૂલ, વોટરપાર્ક, બાગ-બગીચા બંધ રહેશે તે ઉપરાંત સલૂન, સ્પા, બ્યુટી પાર્લર, એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિ બંધ રહેશે. લગ્ન પ્રસંગમાં માત્ર 50 વ્યક્તિ હાજર રહી શકશે જ્યારે અંતિમ વિધિમાં માત્ર 20 લોકો જ હજાર રહી શકશે.

રાજ્ય સરકારની નવી માર્ગદર્શિકા નું ચુસ્ત પણે પાલન થાય તે માટે હવે પોલીસ સજ્જ થઈ ગઈ છે. આજે સવારથી જ શહેરમાં અલગ-અલગ વિસ્તારમાં પોલીસ અધિકારીઓ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

ત્યારે જોન 6 ના ડીજીપી અશોક મુનીયા દ્વારા મણિનગર,ઇસનપુર, વટવા જીઆઈડીસી,વટવા, કાગડાપીઠ સહિતના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી જનતામાં જાગૃતિ આવે અને લોકો સરકારની માર્ગદર્શિકા ને લઈને સહકાર આપે તે માટે પેટ્રોલીંગમાં નીકળ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*