લગ્ન કરવાની ભારે ઉતાવળ…! પૂર જેવી પરિસ્થિતિમાં વરરાજા જાન લઈને દુલ્હનના ઘરે પહોંચ્યા – વીડિયો જોઈને ખડખડાટ હસી પડશે…

મિત્રો લગ્નની સિઝન આવે ત્યારે તમે સોશિયલ મીડિયામાં ઘણા લગ્નના રમુજી અને આશ્ચર્યચકિત વિડીયો જોયા હશે. ચોમાસામાં લગ્ન કરનાર લોકોને વરસાદના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. પરંતુ દુનિયામાં કેટલાક લોકો એટલા લગ્ન કરવાના ઉતાવળા છે, જેઓ ગમે તેવી પરિસ્થિતિમાં લગ્ન કરવા ઈચ્છતા હોય છે.

ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં વરરાજા પુર જેવી પરિસ્થિતિમાં જાન લઈને દુલ્હનના ઘરે પહોંચે છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો જોઈને ભલભલા લોકો ખડખડાટ રસી પડ્યા છે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, રસ્તા ઉપર કમર સુધી પાણી ભરાયેલું છે. આ દરમિયાન વરરાજા અને તેનો પરિવાર કમર સુધીના પાણીમાં જાન કાઢે છે. વરરાજાને તમે જોઈ શકો છો કે પોતાના કપડાં ન ભીના થાય તે માટે કપડા ઉપર લઈને પાણીમાં જાન કાઢે છે.

જાનમાં સામેલ થવા માટે કેટલીક મહિલાઓ અને તેમના પરિવારના લોકો વરરાજાની પાછળ પાછળ આવે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે પાણીનો પ્રવાહ ખૂબ જ વધારે છે. પરંતુ છતાં પણ વરરાજા કોઈની વાત માનતો નથી અને પાણીમાં જાન કાઢે છે.

વાયરલ થઈ રહેલો આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર nareshsharma5571 નામના એકાઉન્ટમાં શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં એક લાખથી પણ વધારે લોકોએ પસંદ કર્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Naresh Sharma (@nareshsharma5571)

ઘણા લોકો કહી રહ્યા છે અત્યારે ભારે ઉતાવળ છે લગ્ન કરવાની પછી પસ્તાવાનું જ છે. હાલમાં વાયરલ થઇ રહેલો આ રમુજી વિડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ઘણા લોકો તો આ વિડીયો જોઈને હસી હસીને ગોટો વળી ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*