ભારતના ઉત્તર બાજુના પહાડી અને મેદાન વિસ્તારમાં ચોમાસાની ઔપચારિક વિદાયની સાથે શિયાળાની શરૂ થઈ ગઈ છે. આ વખત શિયાળામાં કડકડતી ઠંડી પડશે. આ વખતે શિયાળો લાંબો હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. હવામાન ઘટતી આદ્રતા,શું કે હવા અને સ્પષ્ટ હવામાનના કારણે ઠંડી ની લહેર શરૂ થઈ જાય તેવું હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.શિયાળાની સિઝન આ વર્ષે લાંબી રહેશે અને 15 ઓક્ટોબરથી તાપમાનમાં ઘટાડ નોંધાશે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
ઉત્તર પાડી શેત્રો માં ભારે દબાણના કારણે હવાની ગતિ વધી છે.જમ્મુ કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ, પંજાબમાં ચોમાસાએ વિદાય લઈ લીધી છે. હરિયાણા, રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશમાં ચોમાસુ પૂર્ણ થઇ ગયું છે.આવનારો શિયાળો ખેતી માટે મહત્વપૂર્ણ રહેશે. આ સમય દરમિયાન ઇન્ડિયન ઇનસ્ટિટ્યૂટ ઓફ વહિટ એન્ડ બારલે રિસર્ચના ડિરેક્ટર જેપી સિંહે કહ્યું છે કે, શિયાળો જલ્દી ચાલુ થશે અને લાંબા શિયાળો રવિ પાક માટે સારો રહેશે.
ચોમાસાના સારા વરસાદના કારણે મધ્ય પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનની માટીમાં ભેજ છે જેના કારણે ઘઉંનો પાક સારો થઈ શકે છે. આનાથી વિરુદ્ધ ઉત્તર ના રાજ્યો એટલેકે પંજાબ, હરિયાણા,હિમાચલ, પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં સપ્ટેમ્બરમાં ઓછો વરસાદ થયો છે.
જેના કારણે પાણીના સ્તર નીચા છે અને ઘઉં ઉત્પાદન માટે આ રાજ્યોમાં ખેતી 100 ટકા સિંચિત છે. પરંતુ ઠંડીની સિઝન લાંબી હોવાથી ઘઉં ઉત્પાદન વધી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment