જો દોસ્તો તમે પણ સોનુ ખરીદવા માંગતા હોય તો સૌથી પહેલા તમારે સોનાના ભાવ જાણવા ખૂબ જ જરૂરી છે. આ ટ્રેડિંગ અઠવાડિયામાં શરૂઆતથી લઈને અંત સુધી સોનાની કિંમતમાં વધારો ઘટાડો થયો છે ત્યારે આજરોજ સોનાના ભાવમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.
આ ટ્રેડિંગ અઠવાડિયાના ચોથા દિવસે એટલે કે ગુરુવારે સોનું 930 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટીને 63370 રૂપિયા પર નોંધાયો હતો જ્યારે અગાઉના દિવસે બુધવારે સોનાનો ભાવ 135 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધીને 64300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું અને આપને સાથે સાથે જણાવી દઈએ કે
ઉપરોક્ત જણાવેલા વાવ 24 કેરેટ સોનાના ભાવ છે.ગુરુવારે ચાંદી 1500 રૂપિયાના ઘટાડા સાથે 73,900 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી. આ પહેલા બુધવારે પણ ચાંદી 200 રૂપિયા પ્રતિ કિલો મોંઘી થાય હતી અને 75,400 ના સ્તરે બંધ થઈ હતી.
સોનું ખરીદતી વખતે ગ્રાહકોએ તેની ગુણવત્તાનું ધ્યાન રાખવું જોઈએ. હોલમાર્ક જોઈને જ સોનાના દાગીના ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ, નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે.
સોનાની શુદ્ધતા ઓળખવા માટે ISO દ્વારા હોલ માર્કસ આપવામાં આવે છે. 24 કેરેટ પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 રૂ. મોટા ભાગનું સોનું 22 કેરેટમાં વેચાય છે, જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 થી વધુ નથી અને કેરેટ જેટલું ઊંચું છે, તેટલું શુદ્ધ સોનું કહેવાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment