દિવાળી વેકેશન માટે રેલવે વિભાગ દર વર્ષે પ્રવાસીઓના ધસારાને જોઈને વિશેષ ટ્રેન નું સંચાલન કરતું હોય છે. તેમાંથી રેલવે વિભાગને મોટી આવક પણ થતી હોય છે. આ દિવસો દરમિયાન દિલ્હી, મુંબઈ, જમ્મુ, બનારસ, કોલકાતા, ગુવાહાટી, બેંગ્લોર અને ચેન્નઈ તરફના પ્રવાસીઓનો ઘસારો જોવા મળતો હશે.
આ વખતે પણ દિવાળી પર મુસાફરોને તકલીફ ન પડે તે માટે રેલવે મોટી જાહેરાત કરી છે. દિવાળીને લઈને રેલવે તંત્રે વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે. દિવાળી નિમિત્તે રેલવે વિભાગ અમદાવાદ થી 5 ટ્રેનો દોડાવશે તેમજ અમદાવાદથી કાનપુરની સ્પેશ્યલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે.
જે 26 ઓક્ટોબરથી શરૂ થાય તેવું લાગી રહ્યું છે સાથે મુંબઈ થી અમદાવાદ જતી તેજસ ટ્રેન માં સ્પેશ્યલ કોચ લગાવાશે, જોકે અત્યાર થી પેસેન્જરોના રિઝર્વેશનમાં 20 ટકા વધારો જોવા મળી રહ્યો છે.
મહત્વનું છે કે કોરોના મહામારીમાં કોરોના નિયમોનું પાલન સાથે મુસાફરોને રેલવે સ્ટેશન પર એન્ટ્રી આપવામાં આવશે. એટલું જ નહીં મુસાફરોના કોરોના ટેસ્ટિંગ ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
રેલવે સ્ટેશન પર ભીડ ના થાય તેનું પણ રેલવે વિભાગ દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવશે. પશ્ચિમ રેલવે મુસાફરો માટે દિવાળીને લઈને ખાસ 5 ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment