મોટા સમાચાર : કેન્દ્રની મોદી સરકારે સૈનિકો માટે લીધો મોટો નિર્ણય,જાણો વિગતે

Published on: 6:06 pm, Fri, 22 October 21

રજાના સમય દરમિયાન સૈનિકો પર કોઈ ઘટનાને લઇને રક્ષા મંત્રાલય મોટું સ્પષ્ટીકરણ જાહેર કર્યું છે. જો રજા પર કોઈપણ સૈનિક પર ચરમપંથી અથવા અસામાજિક તત્વો દ્વારા કોઈ કાર્ય કરવામાં આવશે અને તેમાં તેમનું મૃત્યુ થાય છે તો આવા મામલામાં ડયુટી દરમિયાન થયેલું મોત માનવામાં આવશે

અને તેના પરિવારજનોને તે પ્રકારે વળતર ના હકદાર રહેશે.જે ડયુટી દરમિયાન મોત થવા પર મળે છે.સાથે જ આદેશમાં કહેવામાં આવ્યું છે કે,રજા થી મતલબ એ તમામ પ્રકારની રજાઓ છે જે સરકાર તરફથી સમયે સૈન્યકર્મચારીઓને આપવામાં આવે છે,

થોડા સમયથી સૈન્ય કર્મચારીઓ પર આવી ઘટનાઓ વધી ગઈ છે. ખાસ કરીને સૈનિક રજા પર હોય ત્યારેજો કે આવી ઘટનાઓ કાશ્મીર જેવા વિસ્તારોમાં વધારે થાય છે. સરકાર તરફથી આ મામલે સ્પષ્ટીકરણ જાહેર કરીને સૈન્ય કર્મચારીઓને મોટી રાહત આપવામાં આવી છે.

અન્ય સમાચાર : ભારતમાં વેક્સિનના સો કરોડ કરતાં પણ વધારે ડોઝ અપાય ચૂક્યા છે. નવસારી ના કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે દાવો કર્યો છે કે, આજે નિષ્ણાંતો પણ કહેતા થયા છે ત્રીજી લહેર નહીં આવે અને આવે તો તેના માટે સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે.

સો કરોડ વેક્સિન નો લક્ષ્યાંક પાર કરતા જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરના સેકટર 2 માં આવેલા અર્બન હેલ્થ સેન્ટર માં જઈને આરોગ્ય કર્મચારીઓનું મો મીઠું કરાવીને ખુશીની લાગણી વ્યક્ત કરી હતી અને આરોગ્ય કર્મચારીઓને અભિનંદન આપ્યા હતા.

Be the first to comment on "મોટા સમાચાર : કેન્દ્રની મોદી સરકારે સૈનિકો માટે લીધો મોટો નિર્ણય,જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*